loader

Breaking News


Home > National > પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત છઠ્ઠા દિવસે વધારો


Foto

પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત છઠ્ઠા દિવસે વધારો

Sept. 11, 2018, 4:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત છઠ્ઠા દિવસે પણ વધારો ઝીંકવામાં આવ્યો હતો. ભારત બંધ રાખવામાં આવ્યાના એક દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી એકવાર વધારો થયો હતો. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ઝીંકવામાં આવ્યો હતો. દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૪ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે દિલ્હીમાં ડીઝલની કિંમતમાં ૧૪ પૈસા અને મુંબઇમાં ૧૫ પૈસાનો વધારો થયો હતો.

આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને ૮૦.૮૭ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી.જે ગઇકાલે ૮૦.૭૩ હતી.. જ્યારે ડીઝલની કિંમત ૭૨.૯૭ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી. મુંબઇમાં ડીઝલની કિંમત આજે વધીને ૭૭.૪૭ થઇ હતી.પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો થતા હાલત કફોડી બની રહી છે.

સામાન્ય ચૂંટણી નજીક છે ત્યારે કિંમતોમાં વધારો મોદી સરકારની ગણતરી ઉંઘી વાળી શકે છે. કારણ કે લોકો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધતા ભાવના કારણે પરેશાન છે. આંતરરાષ્ટ્રીય પરિબળો આના માટે મુખ્યરીતે જવાબદાર છે પરંતુ ભાવમાં વધારાને કાબુમાં લેવા માટે સરકારને પગલા લેવાની જરૂર દેખા રહી છે.