loader

Breaking News


Home > Gujarat > મોંઘવારીએ મુકી માજા, પેટ્રોલ અને ડિઝલ ભાવમાં ફરી થયો વધારો


Foto

મોંઘવારીએ મુકી માજા, પેટ્રોલ અને ડિઝલ ભાવમાં ફરી થયો વધારો

Oct. 12, 2018, 1:46 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. પેટ્રોલનાં ભાવમાં આજે ૧૦ પૈસા અને ડીઝલનાં ભાવમાં ૨૮ પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ વધતા પેટ્રોલનો ભાવ રૂ. ૭૯.૪૧ પ્રતિ લીટરે પહોંચ્યો છે. તો ડીઝલનો ભાવ રૂ. ૭૮.૨૩ પ્રતિ લીટરે પહોંચ્યો છે.



ફરી એક વાર સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઘટાડા થયાં બાદ ફરી વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે, જો સરકારને ફરી વધારો જ કરવો હતો તો કેમ ઘટાડો કરવામાં આવ્યો. જેવી રીતે ભાવ વધી રહ્યા છે તેનાથી તો એમ જ લાગી રહ્યુ છે કે, આગામી ૫ અથવા ૬ દિવસોમાં ફરી એનાથી પણ ભાવ વધી જશે.