loader

Breaking News


Home > National > મોદી સરકારનાં નિર્ણયોથી દેશમાં બેરોજગારીનાં આંકડામાં આવી રહ્યો છે વધારો


Foto

મોદી સરકારનાં નિર્ણયોથી દેશમાં બેરોજગારીનાં આંકડામાં આવી રહ્યો છે વધારો

Oct. 1, 2018, 12:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બીજેપી સરકારે દર વર્ષે 1 કરોડ નોકરી આપવાનો નિર્ણય કર્યો હતો. જેમાં આંકડાઓ થોડા ઉપર નીચે થઇ ગયા છે. સરકારનું કહેવુ હતુ કે અમારી સરકાર આવશે તો અમે યુવાનોને નોકરી આપીશું, બેરોજગારી દૂર કરીશું, પરંતુ શું બેરોજગારી દૂર થઇ, લોકોને નોકરીઓ મળી તે હવે એક સવાલ બની ગયો છે. નોકરી મળવું તો દૂરની વાત છે પરંતુ જેની પાસે નોકરી છે તે પણ પોતાની નોકરીને સુરક્ષીત સમજી રહ્યું નથી.



સરકારે દેશની જનતાને બેરોજગારી દૂર કરી દર વર્ષે 1 કરોડ નોકરીઓ આપવાનો વાયદો કર્યો હતો પરંતુ લાગે છે કે સરકાર આ વાયદાને ભૂલી ચૂકી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ નોટબંધીનાં કારણે લગભગ 67 કાપડની મીલો બંધ થઇ ચૂકી છે અને તેના 17,600 કર્મચારીઓની નોકરી હવે રહી નથી. આ આંકડો શ્રમ મંત્રાલય તરફથી મળેલ છે. ચાલુ કાપડ મીલોને જોડતા લગભગ 50,000 કર્મચારીઓની નોકરી છૂટી ગઇ છે. બીજી તરફ લાર્સન એન્ડ ટુર્બોસ(L&T)એ નોટબંધી બાદ લગભગ 14,000 લોકોને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. આ દેશની નામાંકીત કંપનીઓમાંની એક છે. તે સિવાય ત્રણ મોટી આઇ ટી કંપની ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને ટાટા કન્સલટંન્સી સર્વીસીસ છે, જેમણે પોતાના 4,000 કર્મચારીઓને છૂટા કરી દીધા છે. બેંક તરફ નજર કરીએ તો એચડીએફસીએ પોતાના લગભગ 3,230 કર્મચારીઓને છૂટા કરી દીધા છે.

દેશની અર્થવ્યવસ્થાને પકડી રાખતા સેક્ટર ખાનગી રોકાણ, ખાનગી ઉદભોક્તા અને નિયાત, આ ત્રણ સેક્ટર અર્થવ્યવસ્થાને ઝડપ આપે છે, એક રીતે એન્જીનનું કામ કરે છે તેમ કહી શકાય. આ ત્રણ સેક્ટરથી આપણી અર્થવ્યવસ્થાની સાઇઝ નક્કી કરી શકાય કે તે કેટલી વધી રહી છે. હાલની પરિસ્થિતિમાં આ ત્રણેય સેક્ટર મંદા પડી ગયા છે. તેનું કારણ મુળતઃ નોટબંધી અને જીએસટી છે. દેશમાં અર્થવ્યસ્થાનો પાયો હલી ચૂક્યો છે.

એક સારી ગતિમાં ચાલતી અર્થવ્યવ્થાને પોતાના એક નિર્ણયથી હલાવી દેતી આ સરકાર આગળ શું કરી શકે તે સમજવું હવે મુશ્કેલ રહ્યુ નથી. સરકારનાં અમુક નિર્ણયો જનતાને ભારે પડી રહ્યા છે. ખાસ કરીને નોટબંધી. સરકારનાં આ નિર્ણયો કેટલા તકલીફ દેહ છે તેની સમજ ઉપરનાં આંકડાઓ પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે.