loader

Breaking News


Home > Gujarat > બોગસ મિનરલ વૉટરનાં વેચાણમાં થયો વધારો, પ્રજાનું આરોગ્ય મુકાયું ખતરામાં


Foto

બોગસ મિનરલ વૉટરનાં વેચાણમાં થયો વધારો, પ્રજાનું આરોગ્ય મુકાયું ખતરામાં

May 4, 2018, 11:06 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં મિનરલ વોટર નામે પાઉચ તેમજ કેરબા અને બોટલોમાં પાણી વેચાઈ રહ્યું છે. જેમાં મિનરલ એટલે કે ખનીજ તત્વો હોતાં જ નથી. વિશાળ જન સમુદાયમાં આ પાઉચ તેમજ બોટલો વેચાઈ રહી છે. જેથી શહેરની પ્રજાના સ્વાસ્થ્યને હાનિરૂપ હોવા છતાં મનપાનું આરોગ્ય ખાતું ઘોર નિંદ્રામાં પડ્યું છે. આવા પાઉચોનું પાણી પીવાથી લોકો બિમારીને નોતરી રહ્યાં છે પાટનગર યોજના વિભાગ દ્વારા નળ વાટે પાણી પીવાનું પાણી, વિતરણ કરાય છે. પરંતુ તેમાં ટીડીએસ વધારે હોય છે. જે સ્વાસ્થ્યને હાનિકારક છે. ઊંચા ટીડીએસ સાથેનું પાણી નિયમિત પીતા હોય તેવાં લોકોમાં પાણીજન્ય પેટનાં રોગ થતાં હોય છે. જેનાથી બચવા માટે લોકો મિનરલ વોટર તરફ વળ્યાં છે. જેથી બિલાડીનાં ટોપની જેમ મિનરલ વોટરના નામે પાણી વેચતાં પ્લાન્ટ ફૂટી નીકળ્યા છે.



કાયદાકીય છટકબારી તરીકે ઘણાં ખરાં સપ્લાયરો એ ડ્રિકીંગ વોટર લખી પાઉચ અને બોટલો વેચી રહ્યાં છે. તેમાં ખનીજ તત્વોનું પ્રમાણ કેટલું છે તેની ટકાવારી બતાવવામાં આવતી નથી. બીજી બાજુ આરઓ પ્લાન્ટ દ્વારા પાણી શુધ્ધ કરવાની પ્રક્રિયામાં પાણીમાંથી જ ખનીજ તત્વો નીકળી જતાં હોય છે. જે શરીર માટે ઉપયોગી હોય છે. જેનું પ્રમાણ વધું હોય તો શરીરનાં આરોગ્ય માટે જોખમી છે. પરંતુ તેના વિના શરીરનાં સ્વાસ્થ્ય ઉપર અવળી અસર પડતી હોય છે. આ બાબતે નિષ્ણાંતોને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે એક પ્રયોગમાં દર્શાવાયું છે કે વીજળીનાં પ્રવાહમાં ન્યુટલ અને ફેસ વાયર જોડતાં બલ્બ ચાલુ થાય છે. જ્યારે શહેરને અપાતાં પાટનગર યોજના વિભાગ દ્વારા પાણીમાં એ પ્રયોગ કરાતાં ટીડીએસવાળા પાણીમાં બંને વાયર નાંખવાથી બલ્બ ચાલુ થાય છે પરંતુ આરઓ પ્લાન્ટથી શુધ્ધ કરેલાં પાણીમાં બંને વાયર નાંખવાથી બલ્બ પૂરતાં પ્રમાણમાં સળગતો નથી કેમ કે તેમાં વિદ્યુતવાહક એવા ખનીજ તત્વો જ નથી. જો ઈલેક્ટ્રીક લાઈટ વિના બલ્બ સળગતો નથી તો શરીરમાં આવું પાણીથી ઊર્જા કેમ મળે એ મોટો પ્રશ્ન ઉદભવે છે. જેથી નિષ્ણાંતો દ્વારા જણાવ્યું છે કે તેમાં સીએમડી એટલે કે કોન્સેન્ટ્રેટડ મિનરલ ડ્રોપ્સ નાંખવા જાઈએ.