loader

Breaking News


Home > Sports > IND vs ENG T20 : કુલદીપની ફીરકી અને રાહુલની બેટીંગથી ઇંગ્લેન્ડની ટીમ થઇ પસ્ત, ટીમ ઇંન્ડિયાએ મેળવી આસાન જીત


Foto

IND vs ENG T20 : કુલદીપની ફીરકી અને રાહુલની બેટીંગથી ઇંગ્લેન્ડની ટીમ થઇ પસ્ત, ટીમ ઇંન્ડિયાએ મેળવી આસાન જીત

July 4, 2018, 9:05 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મૈનચેસ્ટર : મોડી રાત્રે ઇંગ્લેન્ડનાં મૈનચેસ્ટરમાં રમાયેલી પ્રથમ ટી-20માં ભારતે ઇંગ્લેન્ડને 8 વિકેટે હરાવી ત્રણ મેચોની સીરીઝમાં 1-0ની બઢત મેળવી લીધી છે. મેચનાં હિરો કુલદીપ યાદવ અને કે.એલ.રાહુલ રહ્યા હતા. કુલદીપે પોતાની ફીરકી બોલીંગથી ઇંગ્લેન્ડનાં ખેલાડીઓને આઉટ કર્યા હતા, બીજી તરફ રાહુલે તોફાની બેટીંગ કરતા શતક લગાવી ટીમને જીતનો સ્વાદ ચખાડ્યો હતો.




ઇંગ્લેન્ડનાં મૈનચેસ્ટરમાં મોડી રાત્રે ભારત અને ઇંગ્લેન્ડની પ્રથમ ટી20 મેચમાં ભારતે આસાન જીત મેળવી હતી. મેચનાં હિરો રહ્યા કુલદીપે 24 રન આપી 5 વિકેટો મેળવી હતી, જ્યારે રાહુલે તોફાની બેટીંગ કરતા 54 બોલમાં 101 રન બનાવી ટીમ ઇંન્ડિયાની જીતને આસાન બનાવી હતી. મેચમાં ટીમ ઇંન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને ઇંગ્લેન્ડને પહેલા બેટીંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. કુલદીપ યાદવે શાનદાર બોલીંગનાં કારણે ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટનાં નુકસાને 159 રન જ બનાવી શકી હતી. ઇંગ્લેન્ડ તરફથી જોસ બટલરે સૌથી વધુ 69 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆત મજબૂત રહી હતી. ટીમ ઇંન્ડીયા તરફથી કે.એલ.રાહુલે સૌથી વધુ 101 રન બનાવ્યા હતા. ભારતે લક્ષ્ય 18.2 ઓવરમાં, બે વિકેટનાં નુકસાને મેળવી લીધો હતો. મેચ દરમિયાન સૌથી વધુ પ્રભાવિત કુલદીપ યાદવ અને કે.એલ.રાહુલે કર્યા હતા.