loader

Breaking News


Home > Sports > IND vs SA 2nd T20 : કેપ્ટન કૂલ કહેવાતો ધોની મનીષ પાંડે પર થયો ગુસ્સે, જાણો કારણ


Foto

IND vs SA 2nd T20 : કેપ્ટન કૂલ કહેવાતો ધોની મનીષ પાંડે પર થયો ગુસ્સે, જાણો કારણ

Feb. 22, 2018, 3:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ટીમ ઈંડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેંન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન કૂલ તરીકે આપણે સૌ જાણીએ છીએ. તેણે પોતાના કૂલ દિમાગથી ભારતને ઘણી મેચમાં જીત અપાવી છે. ધોની મેદાનમાં ગુસ્સે લગભગ ઓછો દેખવામાં આવ્યો છે. પરંતુ જો તમે ગઇ કાલે રમાયેલી ટી20 મેચ પૂરી જોઇ હશે તો તમને પણ તેનો ગુસ્સો જોવા મળ્યો હશે. મેચની અંતિમ ઓવરમાં જ્યારે ધોનીની સ્ટ્રાઇક આવી ત્યારે તેણે જોયુ કે મનીષ પાંડેનું ધ્યાન બીજી તરફ હતુ ત્યારે તેણે કહ્યુ કે, અહી દેખ.. ત્યા શું જોઇ રહ્યો છે.



આ મેચમાં ભારતની શરૂઆત ખાસ રહી ન હતી. ટીમ ઈંડિયાએ માત્ર 45 ઓવરમાં પોતાની ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી. મેચને સંભાળવાની પૂરી જવાબદારી હવે રૈના અને મનીષ પાંડે પર હતી. જો કે તે બંન્ને મળીને ભારતનાં સ્કોરને 90 સુધી પહોચાડી દીધો હતો. ત્યાર બાદ રૈના LBW આઉટ થતા મેદાનમાં ધોની આવ્યો હતો. ટીમ ઈંડિયાને મનીષ પાંડે અને ધોનીએ મળીને એક ફાઇટીંગ સ્કોર સુધી પહોચાડ્યો હતો. પરંતુ આ દરમિયાન મેચની આખરી ઓવરમાં કઇક એવુ જોવા મળ્યુ જેની લગભગ કલ્પના પણ કોઇએ નહી કરી હોય. મેચની આખરી ઓવરમાં જ્યારે ધોનીની સ્ટ્રાઇક આવી ત્યારે મનીષ પાંડેનું ધ્યાન ઓડિયન્સ તરફ હતુ ત્યારે ધોનીએ મનીષ પાંડેને ગુસ્સામાં કહ્યુ કે, અહી દેખ.. ત્યા શું જોઇ રહ્યો છે.

સાઉથ આફ્રિકા સામેની બીજી ટી20 મેચમાં મનીષ પાંડેએ 79 રન અને ધોની 52 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. ભારતે 20 ઓવરમાં 4 વિકેટનાં નુકસાને 188 રન બનાવ્યા હતા. જો કે આ મેચમાં સાઉથ આફ્રિકાએ જીત મેળવી ત્રણ ટી20 મેચની સીરીઝમાં 1-1થી બરાબરી કરી દીધી છે.