loader

Breaking News


Home > Sports > IND vs SA : પ્રથમ જીત મેળવ્યા બાદ કુલદીપ યાદવે ધોની પર આપ્યુ નિવેદન


Foto

IND vs SA : પ્રથમ જીત મેળવ્યા બાદ કુલદીપ યાદવે ધોની પર આપ્યુ નિવેદન

Feb. 2, 2018, 8:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ટેસ્ટમાં 2-1થી હાર મેળવ્યા બાદ વિરાટ સેના વન-ડે માટે તૈયાર થઇ ગઇ હતી. ગુરૂવારે થયેલ વન-ડે મુકાબલામાં ભારતે આસાન જીત મેળવી હતી. આ જીત મેળવ્યા બાદ ટીમનાં સ્પીનર કુલદીપ યાદવે મહેન્દ્રસિંહ ધોની પર એક નિવેદન આપ્યુ હતુ. તેણે કહ્યુ કે, પૂર્વ સુકાનીએ સ્ટંમ્પની પાછળ રહીને મને ઉપયોગી સલાહ આપી મારુ કામ આસાન બનાવી દીધુ હતુ.





ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા નવા ખેલાડીઓનો સમાવેશ થયો છે. તેમાં કુલદીપ યાદવ પણ સામેલ છે. કુલદીપ યાદવએ ટીમ ઇન્ડિયાની જીત બાદ એક નિવેદન આપ્યુ હતુ જેમાં તેણે કહ્યુ કે, હુ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં રમી રહ્યો હતો અને સમજમાં આવતુ ન હતુ કે કેવી રીતે બોલ ફેકુ. મારા માટે આ એક નવો અનુભવ હતો. જો કે આ નવા અનુભવમાં માહીભાઇએ મને વિકેટની પાછળ રહી સલાહ આપી અને મારા માટે કામ આસાન બની ગયુ હતુ. અમે યુવા છે અને અમારી પાસે અનુભવની કમી છે. આ કારણથી માહીભાઇ અમને સલાહ આપે છે. યાદવે વધુમાં જણાવ્યું કે, જ્યારે તમારી પાસે બે મહાન ખેલાડી વિરાટભાઇ અને માહીભાઇ હોય છે, જેમાં એક ટીમને સંભાળે છે અને એક ટીમની કમાન સંભાળી ચુક્યા છે, તો તેનાથી ઘણી મદદ મળી શકે છે. તેમના અનુભવનાં આધારે અમારુ કામ આસાન થઇ જાય છે. માહીભાઇ બેટ્સમેનને સારી રીતે સમજી શકે છે, જે તેમને એક ખાસ ખેલાડી બનાવે છે.