loader

Breaking News


Home > Sports > IND vs SA : ટીમ ઇન્ડિયા આજે ઈતિહાસ રચવા મેદાનમાં ઉતરશે


Foto

IND vs SA : ટીમ ઇન્ડિયા આજે ઈતિહાસ રચવા મેદાનમાં ઉતરશે

Feb. 13, 2018, 3:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, સાઉથ આફ્રિકા : ભારત અને દક્ષીણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલ વન ડે સિરીઝની પંચમી મેચ આજે યોજાશે. ચોથી વન ડેમાં હારનો સામનો કરવાવાળી ભારતીય ટીમ કેપ્ટન વિરાટ કોહલીનાં નેતૃવમાં દક્ષીણ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત આ ટીમ સામે તેના ઘરમાં કોઈ દ્રિપક્ષીય સીરીઝ જીતીને રેકોર્ડ બનાવવાનાં ઈરાદે ઉતરશે. ભારતે છ મેચમાંથી પ્રથમ ત્રણ મેચ શાનદાર રીતે જીતી લીધી હતી.

ભારતે છ વન ડે સીરીઝની પહેલી ત્રણ મેચોમાં ધમાકેદાર જીત મેળવી પરંતુ ચોથી વન ડેમાં યજમાન દક્ષીણ આફ્રિકાએ પોતાની રમતમાં સુધારો લાવતા ભારતને હાર આપી હતી. પાછલાં ઘણાં વર્ષોથી વન ડે ક્રિકેટમાં દક્ષીણ આફ્રિકામાં ભારતનો રેકોર્ડ ખરાબ રહ્યો છે જો કે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ તેમાં સુધારો લાવી શકે છે, વર્ષ ૨૦૧૩ -૧૪ દરમિયાન રમાયેલ વન ડે સીરીઝમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે ૦-૨ થી હારનો સામનો કરવો પડયો હતો.