loader

Breaking News


Home > Sports > IND vs WI : પૃથ્વી બન્યો ડોમેસ્ટીક અને ઈંટરનેશનલ મેચનાં ડેબ્યુમાં સેન્ચ્યુરી ફટકારનાંર પ્રથમ ભારતીય


Foto

IND vs WI : પૃથ્વી બન્યો ડોમેસ્ટીક અને ઈંટરનેશનલ મેચનાં ડેબ્યુમાં સેન્ચ્યુરી ફટકારનાંર પ્રથમ ભારતીય

Oct. 4, 2018, 1:52 p.m.
      Whatsapp   

માનવમિત્ર, રાજકોટ : આજે ભારત અને વેસ્ટઈંડીઝ વચ્ચે રાજકોટનાં મેદાનમાં ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પૃથ્વી શોએ પોતાનો શો બતાવ્યો છે. આ મેચમાં ડેબ્યુ કરી રહેલા પૃથ્વી શોએ તાબડતોડ બેટીંગ કરી શતક લગાવ્યો છે. પોતાની પ્રથમ જ મેચમાં સેન્ચ્યુરી ફટકારનાર પૃથ્વી 14મો ભારતીય છે. તેટલુ જ નહિ પૃથ્વીએ દિલીપ ટ્રોફી અને રણજીમાં પણ તેની પહેલી જ મેચમાં સેન્ચ્યુરી લગાવી છે.



ભારતીય ક્રિકેટ ટીમમાં રમવુ એ મોટાભાગનાં લોકોનું સપનુ હોય છે, પરંતુ ત્યા સુધી પહોચ્યા બાદ જ અસલી પરીક્ષા શરૂ થતી હોય છે, ઘણા આ પરીક્ષામાં પાસ થઇ જાય છે તો ઘણા આ પરીક્ષામાં ફેઇલ થઇ જતા હોય છે. તક મળે તેનો લાભ લેવો અને સારુ પ્રદર્શન કરવું આજે અતિ આવશ્યક બન્યુ છે. તેવું જ કઇક 18 વર્ષનાં પૃથ્વી શોએ કરી બતાવ્યું છે. તેણે પોતાની પ્રથમ મેચમાં શતક ઢોકી એ જાહેર કરી દીધુ છે કે હવે આવનારા ભવિષ્યમાં તે ભારતીય ટીમનું ભવિષ્ય બની શકે છે. પૃથ્વીએ મેચમાં 99 બોલમાં 15 ચોક્કાની મદદથી 101 રન બનાવ્યા છે.

પૃથ્વીએ 14 વર્ષની ઉંમરમાં સ્કૂલ ક્રિકેટ સમયે 546 રન બનાવ્યા હતા. જે આજે પણ તેના સાથી મિત્રો ભુલ્યા નથી. તેણે 17 વર્ષની ઉંમરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ. પૃથ્વી દિલીપ ટ્રોફીમાં સેન્ચ્યુરી બનાવનાર સૌથી યુવા ખેલાડી પણ બન્યો છે.