loader

Breaking News


Home > Sports > એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ભીડાશે આમને-સામને, દર્શકોમાં ભારે ઉત્સાહ


Foto

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ભીડાશે આમને-સામને, દર્શકોમાં ભારે ઉત્સાહ

Sept. 15, 2018, 9:25 a.m.
      Whatsapp   

માનવમિત્ર, દુબઈ : જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા છે તે પ્રતિષ્ઠિત એશિયા કપ ક્રિકેટની આજથી શરૂઆત થઇ રહી છે. એશિયાની તમામ ટોપ ટીમો આમાં ભાગ લઇ રહી છે. જેમાં ભારત ઉપરાંત, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. એશિયા કપમાં ભારત સહિત છ ટીમો ભાગ લઇ રહી છે. ભારત ઉપરાંત એશિયા કપમાં ભાગ લેનાર ટીમોમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને હોંગકોગનો સમાવેશ થાય છે.



એશિયા કપમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ હોંગકોંગની સામે રમનાર છે. ૧૯મી સપ્ટેમ્બરનાં દિવસે હાઇ વોલ્ટેજ મેચ પાકિસ્તાન સામે રમાનાર છે. એશિયા કપની ફાઇનલ મેચ ૨૮મી સપ્ટેમ્બરનાં દિવસે રમાશે. વર્ષ ૨૦૧૬માં અંતિમ એશિયા કપ ભારતે જીતી લેવામાં સફળતા મેળવી હતી. આ વખતે વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમ તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારત અને પાકિસ્તાન તેમજ શ્રીલંકાને પ્રબળ દાવેદાર તરીકે ગણવામા આવે છે. એશિયા કપ ક્રિકેટને લઈને ક્રિકેટ ચાહકોમાં જોરદાર રોમાંચની સ્થિતિ પ્રવર્તી રહી છે. એશિયા કપ ૨૦૧૮ની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે. ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરી રહી છે. ૨૦૧૬માં ભારતે ફાઈનલમાં બાંગ્લાદેશને હાર આપીને મેચ જીતી લીધી હતી. જો કે ૨૦૧૬ની એડિશનમાં ટી-૨૦ ફોર્મેટનું આયોજન કરવામાં આવ્યું હતું. એશિયા કપ ૨૦૧૮ આ વખતે ૫૦ ઓવરની ફોર્મેટમાં રમાનાર છે. ઈંગ્લેન્ડનાં પ્રવાસ બાદ આની શરૂઆત થઇ રહી છે. ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમનો દેખાવ ખુબ કંગાળ રહ્યો છે. ભારતીય ટીમ પહેલા વનડે શ્રેણી અને ત્યારબાદ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ૪-૧થી હારી ચુકી છે. જેથી એશિયા કપમાં ભારતીય ટીમની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે.

એશિયા કપમાં ભારતની સાથે સાથે અફઘાનિસ્તાન, શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો પર મેદાનમાં ઉતરનાર છે. ભારત ૧૯મી સપ્ટેમ્બરના દિવસે પોતાની ગ્રુપ-એની મેચમાં દુબઈમાં પાકિસ્તાન સામે રમશે. આ મેચ સૌથી હાઈપ્રોફાઈલ બની રહે તેવી શક્યતા છે. આ મેચને લઈને પહેલાથી જ ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો હંમેશા ખૂબ જ રોચક રહી છે. એશિયા કપની શરૂઆત થાય તે પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ સ્ટાર ખેલાડી વીવીએસ લક્ષ્મણે આગાહી કરી છે કે પાકિસ્તાની બેટ્‌સમેન શોએબ મલિક એશિયા કપમાં ભારતની સામે થનારી મેચમાં જોરદાર દેખાવ કરશે. લક્ષ્મણે કહ્યું છે કે શોએબ મલિક ભારતની સામે પાકિસ્તાન માટે ટ્રમ્પ કાર્ડ તરીકે સાબિત થશે. શોએબ મલિક હંમેશા ભારત સામે જોરદાર દેખાવ કરતો રહ્યો છે. અનુભવી પણ છે. સ્પીન બોલરો સામે તે ખુબ શાનદાર બેટિંગ કરી શકે છે. મધ્ય ઓવરોમાં ભારત સ્પીનરો સાથે મેદાનમાં રહેશે. આવી સ્થિતિમાં શોએબ મલિકથી ભારતને સાવધાન રહેવું પડશે. ભારતીય ટીમ વિરાટ કોહલીની ગેરહાજરીમાં મેદાનમાં ઉતરશે. રોહિત શર્માનાં નેતૃત્વમાં ભારતીય ટીમ ઉતરનાર છે અને ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીની ભૂમિકા ખુબ જ નિર્ણાયક બની શકે છે. ધોનીને પણ વ્યક્તિગતરીતે કેટલાક નવા રેકોર્ડ કરવાની તક રહેલી છે. બીજી બાજુ પાકિસ્તાની ખેલાડીઓને ભારત સામે રમીને સ્ટાર બનવાની તક પણ રહેલી છે.