loader

Breaking News


Home > Sports > ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે મેચનો તખ્તો તૈયાર


Foto

ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે મેચનો તખ્તો તૈયાર

Sept. 20, 2017, 2:39 p.m.
      Whatsapp   

કોલકત્તા ઃ હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચ આવતીકાલે કોલક્તાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાનાર છે. પ્રથમ મેચ વરસાદગ્રસ્ત બન્યા બાદ આ મેચ ભારતે ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધારે જીતી લીધી હતી. જેથી આવતીકાલની મેચને લઇને હવે ભારે ઉત્સુકતા છે. બન્ને ટીમો જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે.



કોલકત્તામાં પણ ચેન્નાઇની જેમ જ વરસાદ અને ખરાબ હવામાન અડચણરૂપ બની શકે છે. જ બે શÂક્તશાળી ટીમો આમને સામને હોવાથી બન્ને ટીમોની એકબીજાની સામે અગ્નિ પરીક્ષા થનાર છે. બન્ને ટીમોમાં એકથી એક સ્ટાર ખેલાડી હોવાથી ક્રિકેટ ચાહકોને આ શ્રેણીમાં જારદાર જગ જાવા મળે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે હાલમાં જ શ્રીલંકામાં તેની જ જમીન પર તેની સામે વનડે શ્રેણી૫-૦થી જીતી લીધી હતી. જેથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વધુ ઉંચા નૈતિક જુસ્સા સાથે ઘરઆંગણેની વનડે શ્રેણીમા મેદાનમાં ઉતનાર છે.



બન્ને ટીમો એકબીજાને પછડાટ આપવા માટે પોત પોતાની વ્યુહરચાન તૈયાર કરી ચુકી છે. ભારત તરફથી હાલમાં શાનદાર ફોર્મમાં રહેલા શિખર ધવનને અંગત કારણોસર ત્રણેય મેચ ગુમાવવી પડશે. તમામ ચાહકોની નજર વિરાટ કોહલી, રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોનીકેએલ રાહુલ પર કેન્દ્રિત રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ સ્ટીવ સ્મિથ ના નેતૃત્વમાં મેદાનમાં ઉતરનાર છે. ટીમમાં ડવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલ જેવા મેચ વિનર સ્ટાર ખેલાડી છે. બન્ને ટીમોના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ભારત કરતા ઓસ્ટ્રેલિયા ખુબ આગળ છે.

બન્ને વચ્ચે ૧૨૪ મેચો રમાઇ છે. જે પૈકી ઓસ્ટ્રેલિયાએ ૭૧ મેચો જીતી છે. જ્યારે ભારતે ૪૨ મેચો જીતી છે. આ મેચો પૈકી ઓસ્ટ્રેલિયામાં ૪૭ મેચો રમાઇ છે જે પૈકી ઓસ્ટ્રેલિયાએ ૩૪ મેચો જીતી છે.

ભારતમાં પણ કુલ ૫૩ મેચો રમાઇ છે જે પૈકી ઓસ્ટ્રેલિયાએ ૨૫ અને ભારતે ૨૨ મેચો જીતી છે. બન્ને દેશો વચ્ચે વર્લ્ડ કપમાં સાત મેચો રમાઇ છે જે પૈકી ઓસ્ટ્રેલિયાએ સાત અને ભારતે ત્રણ મેચો જીતી છે. બન્ને દેશો વચ્ચે પ્રથમ વનડે મેચ છટ્ઠી ડિસેમ્બર ૧૯૮૦ના દિવસે રમાઇ હતી. જે મેચમાં ભારતે ૬૬ રને જીત મેળવી હતી. છેલ્લી મેચ ચેન્નાઇમાં રમાઇ હતી. જેમાં પણ ભારતે જીત મેળવી હતી. સમગ્ર શ્રેણીમાં કોણ વિજેતા થશે તે અંગે વાત કરવી મુશ્કેલ છે. કારણ કે બન્ને ટીમો એક સમાન તાકાત ધરાવે છે. અત્રે નોંધનીય છે કે ભારતીય પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયાની સામે રમાનારી વનડે શ્રેણીની શરૂઆતની ત્રણ મેચો માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ૧૦મી સપ્ટેમ્બરના દિવસે કરી હતી. પાંચ મેચોની શ્રેણીની બીજી મેચ આવતીકાલે રમાશે જ્યારે છેલ્લી વનડે મેચ પહેલી ઓક્ટોબરના દિવસે રમાશે ત્યારબાદ ત્રણ ટી-૨૦ મેચો રમાશે. શરૂઆતની ત્રણ મેચોમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજાને સ્થાન આપવામાં આવ્યું નથી. ત્રણ મેચો માટે ચાઈનામેન કુલદીપ યાદવની પસંદગી કરવામાં આવી છે. શ્રીલંકાને તેના ઘરમાં જ હારમાં ચાવીરુપ ભૂમિકા ભજવનાર અશ્વિનને પાંચ મેચોની વનડે શ્રેણીમાં આરામ આપવાનો નિર્ણય કરાયો છે.

હાલમાં જ શ્રીલંકાની સામે વનડે ,ટી-૨૦ શ્રેણીમાં રમી ચુકેલા મોટાભાગના ખેલાડીઓ સ્થાન જાળવવામાં સફળ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની સામે ટીમ ઈન્ડિયામાં ઝડપી બોલર ઉમેશ યાદવ અને મોહમ્મદ સામીની વાપસી થઇ છે. મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ કહી ચુક્યા છે કે, ટીમમાં હાલ રોટેશન પોલિસી ચાલી રહી છે જેથી અશ્વિન અને જાડેજાને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.