loader

Breaking News


Home > Sports > વિન્ડીઝની સામે ભારત ૧૬ વર્ષથી ટેસ્ટ શ્રેણી હાર્યુ નથી


Foto

વિન્ડીઝની સામે ભારત ૧૬ વર્ષથી ટેસ્ટ શ્રેણી હાર્યુ નથી

Oct. 3, 2018, 5:21 p.m.
      Whatsapp   

માનવમિત્ર, રાજકોટ : રાજકોટમાં આવતીકાલથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. વર્ષ ૨૦૧૬માં છેલ્લી શ્રેણી રમાઇ હતી. બંને ટીમો જોરદાર તૈયારી કરી રહી છે. બંને દેશો વચ્ચે હજુ સુધી કુલ ૯૪ ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૧૮ અને વેસ્ટ ઈન્ડિઝે ૩૦ ટેસ્ટ મેચજીતી છે. બંને ટીમો વચ્ચે ૪૬ ટેસ્ટ મેચ ્‌ ડ્રો રહી છે. બંને ટીમો જારદાર દેખાવ કરવા માટેની તૈયારીમાં છે. દેવેન્દ્ર બિસુ, ગાબ્રિયેલ, કિરેન પોવેલ, ક્રેગ બ્રેથવેઇટ પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બીજી બાજુ વિરાટ કોહલી પણ વધુ એક રેકોર્ડ બનાવવા મેદાનમાં ઉતરશે.

વિન્ડીઝ સામે બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં કોહલી ૧૫ સભ્યોની ટીમનું નેતૃત્વ કરનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ અંકદરે નબળી દેખાઇ રહી છે. જો કે ટેસ્ટ ક્રિકેટમાં તેની ટીમ કોઇ પણ સમય જોરદાર દેખાવ કરી શકે છે. ટીમમાં કેટલાક પ્રતિભાશાળી ખેલાડી રહેલા છે.વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલા ભારતીય ટીમ પર પ્રભુત્વ ધરાવતી હતી. જ્યારે ક્લાઇવ લોઇડના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હતી ત્યારે તેમની ટીમ ખુબ શક્તિશાળી હતી.