loader

Breaking News


Home > Sports > જિમનાસ્ટિક વિશ્વકપમાં ભારતે રચ્યો ઇતિહાસ, અરૂણા રેડ્ડીએ જીત્યો કાંસ્ય પદક


Foto

જિમનાસ્ટિક વિશ્વકપમાં ભારતે રચ્યો ઇતિહાસ, અરૂણા રેડ્ડીએ જીત્યો કાંસ્ય પદક

Feb. 24, 2018, 5:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : જિમનાસ્ટિક વિશ્વકપમાં ભારતે સૌ પ્રથમવાર કાંસ્ય પદક મેળવ્યો છે. ભારતની જિમનાસ્ટિક ખેલાડી અરૂણા રેડ્ડીએ શનિવારે જિમનાસ્ટિક વિશ્વકપમાં કાંસ્ય પદક જીતીને ઇતિહાસ રચ્યો છે. તે જિમનાસ્ટિક વિશ્વકપમાં પદક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઇ છે.




જિમનાસ્ટિક વિશ્વકપમાં આ પહેલા ભારતને કોઇ પદક મળ્યો ન હતો. 22 વર્ષની અરૂણા રેડ્ડીએ જિમનાસ્ટિકનાં મેડલ રાઉંડમાં 13.649 પોઇંટ સાથે ત્રીજુ સ્થાન મેળવ્યુ હતુ. આ સાથે તે કાંસ્ય પદક જીતનાર ભારતની પ્રથમ ખેલાડી બની ગઇ છે. આ પહેલા અરૂણાએ 2005માં પ્રથમ નેશનલ પદક જીત્યો હતો. ત્યાર બાદ તે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં વોલ્ટનાં ક્વાલિફિકેશન રાઉંડમાં 14માં નબંર પર આવી હતી. અરૂણાએ પોતાની ગેમમાં ધીરેધીરે ઘણો સુધારો કર્યો હતો, જેનુ પરિણામ છે કે આજે તે કાંસ્ય પદક જીતનાર ભારતની પહેલી ખેલાડી બની ગઇ છે.