loader

Breaking News


Home > Sports > સાઉથ આફ્રિકામાં જીતની હેટ્રિક લગાવીને ભારતે રચ્યો ઈતિહાસ


Foto

સાઉથ આફ્રિકામાં જીતની હેટ્રિક લગાવીને ભારતે રચ્યો ઈતિહાસ

Feb. 8, 2018, 3:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કેપટાઉન : કેપટાઉન વન ડેમાં સાઉથ આફ્રિકા સામે ૧૨૪ રનથી જીતીને ભારતીય ક્રિકેટ ટીમે જીતની હેટ્રિક પૂરી કરી દીધી છે. વિરાટ બ્રિગેડે સળંગ ત્રણ મેચ જીતીને છ મેચની વન ડે સીરીઝમાં ૩-૦ ની સરસાઈ મેળવી લીધી છે અને યજમાન ટીમની સીરીઝમાં વાપસી મુશ્કેલ બનાવી દીધી છે. ભારતીય ટીમે પ્રથમ વખત સાઉથ આફ્રિકાની ધરતી પર કોઈ દ્રિપક્ષીય વન ડે સીરીઝમાં સતત ત્રણ મેચ જીતીને ઈતિહાસ રચી દીધો છે.

ઉલ્લેખનીય છે કે આફ્રિકામાં દ્રિપક્ષીય સીરીઝમાં આ પહેલાં ભારતીય ટીમ કોઈ દિવસ સતત બેથી વધુ વન ડે નથી જીતી શકી. અગાઉ ૧૯૯૨-૯૦ માં સાત મેચોની સીરીઝ ૨-5 થી ગુમાવી હતી તેમજ 2010-11 ભારત ૨-૧ થીં સરસાઈ મેળવ્યાં બાદ પાંચ મેચની સીરીઝ ૨-૩ થી હારી ગયું હતું.