loader

Breaking News


Home > National > ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ૨૧ ઓગષ્ટથી થશે શરુ, PM મોદી કરશે લોન્ચ


Foto

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ૨૧ ઓગષ્ટથી થશે શરુ, PM મોદી કરશે લોન્ચ

Aug. 6, 2018, 12:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનાં લોન્ચિંગની જાહેરાત કરી દેવામાં આવી છે આ મહીને ૨૧ ઓગષ્ટનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેને લોન્ચ કરશે. માહિતી પ્રસારણ મંત્રલાયનાં એક વરિષ્ઠ અધિકારીએ તેની માહિતી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લોન્ચ કરશે ત્યારબાદ તેની ૬૫૦ શાખાઓમાં કામ શરુ કરવામાં આવશે. દેશનાં દરેક જીલ્લામાં તેની ઓછામાં ઓછી એક બ્રાંચ હશે.

આ શાખાઓની મદદથી IPBB બેન્કિંગ સેવાઓ ગ્રામીણ અને દુરનાં વિસ્તારોમાં આપશે. બેન્કની શાખાઓ ઉપરાંત દેશમાં સ્થિત 1.૫૫ લાખ પોસ્ટ ઓફિસમાં બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર આ વર્ષનાં અંત સુધી 1.૫૫ લાખ પોસ્ટ ઓફીસ બ્રાન્ચોને IPPB સાથે જોડવાની કોશિશ કરશે. જયારે આ કામ થશે ત્યારે દેશમાં સૌથી મોટા બેન્કિંગ નેટવર્ક તરીકે કામ કરવામાં સફળ થઇ શકશે.