loader

Breaking News


Home > National > પાકિસ્તાન સાથે રચનાત્મક ચર્ચા માટે ભારત તૈયાર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


Foto

પાકિસ્તાન સાથે રચનાત્મક ચર્ચા માટે ભારત તૈયાર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Aug. 20, 2018, 5:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નવા નિમાયેલા વડા ઇમરાન ખાનને પત્ર લખીને જણાવ્યું હતું કે ભારત તેમના દેશ સાથે રચનાત્મક અને સાર્થક વાતચીત માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સત્તાવાર સૂત્રોએ પત્રનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત પાકિસ્તાન સાથે શાંતિપૂર્ણ પાડોશી સબંધો માટે પ્રતિબદ્ધ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીએ આતંકવાદથી મુક્ત દક્ષિણ એશિયા માટે કામ કરવાની જરૂરિયાતો પર વધુ ભાર મુક્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ ઇમરાન ખાનને મોકલેલ પાત્રમાં જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન સાથે રચનાત્મક વાતચીત માટે તૈયાર છે. ઇમરાન ખાને ગયા શુક્રવારે પાકિસ્તાનના 22 માં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધી હતી.