loader

Breaking News


Home > National > ભારત - રશિયા વચ્ચે થયેલ S-400 સમજૂતીમાં રિલાયન્સ પણ છે સામેલ


Foto

ભારત - રશિયા વચ્ચે થયેલ S-400 સમજૂતીમાં રિલાયન્સ પણ છે સામેલ

Oct. 6, 2018, 10:18 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : અમેરિકાની ચેતવણી વચ્ચે ઘણા મહિનાઓ સુધી સંતુલિત રૂપથી આગળ વધી રહેલ ભારતે આખરે મોટું સાહસ ખેડીને રશિયન એસ - 400 વાયુ રક્ષા પ્રણાલી ખરીદવા માટે પાંચ અબજ ડોલરની સમજૂતી પર શુક્રવારે સહી કરી હતી. આ મિસાઈલ સિસ્ટમની ડીલને લઈને વર્ષ 2015 થી ભારત - રશિયા વચ્ચે વાત ચાલી રહી હતી.

ઘણાં દેશો રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદવા માંગે છે કેમ કે તેને અમેરિકાની થાડ સિસ્ટમથી વધુ સારી માનવામાં આવે છે. જાણકારી મુજબ વર્ષ 2015 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મોસ્કો યાત્રા દરમિયાન અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સે રશિયાનાં અલ્માઝ - એન્ટી સાથે 6 અબજ ડોલરનાં સંભવિત વિનિર્માણ અને સાર સંભાળ સોદા પર સહી કરી હતી.

તમને જણાવી દઈએ કે અલ્માઝ - એન્ટી રોસોબોરોનક્સપોર્ટની સહયોગી કંપની છે અને એસ - 400 ની મુખ્ય નિર્માતા છે. 24 ડિસેમ્બર। 2015 ના રોજ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે પોતાની એક પ્રેસ રિલીઝમાં તેનો ઉલ્લેખ કર્યો હતો અને લખ્યું હતું કે ડીએસીએ એસ - 400 વાયુ સુરક્ષા મિસાઈલ સિસ્ટમ અધિગ્રહણને મંજૂરી આપીને 6 અબજ ડોલરનાં વેપારનો મોકો આપ્યો છે.