loader

Breaking News


Home > National > ભારત શિક્ષણ ક્ષેત્રે ખર્ચ કરવામાં છે ખુબ પાછળ


Foto

ભારત શિક્ષણ ક્ષેત્રે ખર્ચ કરવામાં છે ખુબ પાછળ

Oct. 3, 2018, 11:05 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : શિક્ષણનાં ખર્ચનાં મામલામાં ભારત અન્ય દેશોથી ખુબ પાછળ રહી ગયું છે. ભારતમાં વાલીઓ પોતાના બાળકનાં શિક્ષણ ઉપર પ્રાયમરીથી લઇને ગ્રેજ્યુએશન ડિગ્રી સુધી સરેરાશ ૧૮૯૦૯ ડોલર અથવા તો આશરે ૧૨.૨૨ લાખ રૂપિયા ખર્ચ કરે છે. આ આંકડો વૈશ્વિક સ્તર પર સરેરાશ ખર્ચ ૪૪૨૨૧ ડોલર અથવા તો ૨૮.૪૦ લાખની સરખામણીમાં ખુબ ઓછો છે. આમા બાળકની શિક્ષણમાં સંપૂર્ણ ખર્ચનો સમાવેશ થાય છે.



એચએસબીસીનાં એક નવા અભ્યાસમાં આ અંગેનો આંકડો સપાટી ઉપર આવ્યો છે. ૧૫ દેશોથી જોડાયેલા આ સર્વેમાં ભારતનું સ્થાન ૧૩મું છે. તેની પાછળ માત્ર ઇજિપ્ત અને ફ્રાંસ છે. વેલ્યૂ ઓફ એજ્યુકેશન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૧૫ દેશોનાં ૮૪૮૧ વાલીઓને આવરી લઇને અભ્યાસનાં તારણો જારી કરવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, ફ્રાંસ, હોંગકોંગ, ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા, મેક્સિકો, સિંગાપોર અને અમેરિકાને સામેલ કરવામાં આવ્યા હતા. ૮૯ ટકા વાલીઓ બાળકોનાં શિક્ષણનાં વર્તમાન દોરમાં ફંડ ઉપલબ્ધ કરાવે છે જ્યારે ૯૪ ટકા વાલીઓ પોતાના બાળકોને પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણને લઇને ખર્ચ કરી રહ્યા છે. ૭૯ ટકા વાલીઓ બાળકોનાં ફંડિગને પણ ઇરાદો ધરાવે છે. ૮૭ ટકા અભિભાવકો માને છે કે, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હાસલ કરવાની બાબત તેમના બાળકો માટે ખુબ મહત્વપૂર્ણ છે. ફંડિગ ક્યાથી આવશે તે સંદર્ભમાં પણ પ્રશ્નો પુછવામાં આવશે. ૩૦ ટકા લોકો બચત અથવા તો મૂડીરોકાણ મારફતે આ નાણા એકત્રિત કરે છે. જ્યારે ૪૮ ટકા લોકો ઇન્સ્યોરન્સમાંથી પણ નાણાં ભેગા કરે છે.