loader

Breaking News


Home > Sports > ભારતીય ક્રિકેટ ટીમ ફસાઇ, શ્રીલંકાએ કરી કટોકટીની જાહેરાત


Foto

ભારતીય ક્રિકેટ ટીમ ફસાઇ, શ્રીલંકાએ કરી કટોકટીની જાહેરાત

March 6, 2018, 5:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ આજે શ્રીલંકાનાં પ્રવાસે છે. મળતી માહિતી અનુસાર શ્રીલંકામાં ભારે હિંસા ભડકી ઉઠી હોવાથી શ્રીલંકાની સરકારે કટોકટીની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમ આ વચ્ચે ફસાઇ ગઇ હોવાનું જાણવા મળી રહ્યુ છે. પરિસ્થિતિને ધ્યાને લઇને આઇસીસીએ જણાવ્યુ છે કે, ભારતીય ટીમ કોલંબોમાં છે અને અહી કોઇ હિંસાનો માહોલ ન હોવાથી તે સુરક્ષિત છે.




શ્રીલંકામાં ભડકેલી હિંસાનાં પરિણામે શ્રીલંકાની સરકારે આવતા 10 દિવસો માટે કટોકટીની જાહેરાત કરી દીધી છે. જો કે આ સમગ્ર હિંસામાં ભારતીય ટીમને કોઇ તકલીફ નહી પડે તેવું શ્રીલંકા સરકારે આશ્વાસન આપ્યુ છે અને તેની સુરક્ષામાં વધારો કર્યો છે. વળી બીસીસીઆઇએ કહ્યુ છે કે, આજે ભારત અને શ્રીલંકા વચ્ચે જે મેચ થવાની હતી તેમાં કોઇ રુકાવટ નહી આવે, અને મેચ સાંજે બરાબર 7 વાગે શરૂ થશે. બીસીસીઆઇએ આ જાણકારી ટ્વીટર દ્વારા આપી છે.



ભારતીય ટીમ આજે પ્રેમદાસા સ્ટેડિયમમાં ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચ રમવા જઇ રહી છે. જ્યા તેનો પ્રથમ મુકાબલો યજમાન ટીમ શ્રીલંકા સાથે થશે. આ ત્રિકોણીય શ્રેણીમાં ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ ભાગ લેવા જઇ રહી છે. સુત્રોનાં જણાવ્યાં મુજબ શ્રીલંકા સરકારે બંન્ને ટીમની સુરક્ષાની જવાબદારી લીધી છે. શ્રીલંકામાં કટોકટી જાહેર થયા બાદથી આઇસીસી ચિંતામાં મુકાઇ ગઇ હતી. મળતી માહિતી અનુસાર શ્રીલંકા સરકાર દ્વારા આ નિર્ણય મુસ્લિમ અને બૌદ્ધ સમુદાયો વચ્ચે ભારે હિંસા થયા બાદ લેવામાં આવ્યો છે. આ બંન્ને સમુદાયો વચ્ચે છેલ્લા એક વર્ષથી તણાવની સ્થિતિમાં વધારો થયો છે. બૌદ્ધ સમુદાયના લોકોનો આરોપ છે કે, મુસલમાનો દેશમાં ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે અને તેમના પ્રચિન અને ઐતિહાસિક સ્થળોને તોડી રહ્યા છે.