loader

Breaking News


Home > National > ભારતીય હેકરનો દાવો, ઈ - આધારને કરી શકે છે ૩ સેકન્ડમાં હેક


Foto

ભારતીય હેકરનો દાવો, ઈ - આધારને કરી શકે છે ૩ સેકન્ડમાં હેક

Aug. 7, 2018, 12:40 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આધાર કાર્ડને લઈને રોજ નવા નવા વિવાદો સામે આવી રહ્યાં છે ખાસ કરીને ટેલીકોમ રેગુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયાનાં ચીફ આરએસ શર્મા દ્વારા પોતાનો આધાર નંબર જાહેર કરીને સોશિયલ મીડિયામાં ચેલેન્જ આપવાની ઘણી ચર્ચા થઇ હતી. લોકોમાં આર.એસ. શર્માને ખોટા સાબિત કરવાની હોડ લાગી છે કે આધાર બધી રીતે સુરક્ષિત છે પરંતુ આ સમયે એક વ્યક્તિ સોમદેવ સંગવાન કે જે પોતાને હેકર ગણાવે છે, તેઓએ દાવો કર્યો હતો કે તે ઈ - આધારનાં પાસવર્ડને ત્રણ સેકન્ડમાં હેક કરી શકે છે.

આ ઉપરાંત પોતાના દાવાને સાચો સાબિત કરવા માટે સોમદેવ સાંગવાને હેક કરવાની સમગ્ર પ્રકિયા વિશે પોતાનાં બ્લોગમાં જાણકારી આપી છે. પોતાનાં બ્લોગમાં સોમદેવ સાંગવાને દાવો કર્યો હતો કે ફક્ત થોડું ગણિત અને એલ્ગોરીધમની મદદથી તેઓ પાસવર્ડને હેક કરી શકે છે. આમ હવે રોજ આધાર પર નવા નવા દાવા થઇ રહ્યા છે ત્યારે સરકાર જરૂરી પગલાં લે તેવી લોકોએ માંગ કરી છે.