loader

Breaking News


Home > Sports > ઈંડિયન હોકી ટીમના કોચની હકાલપટ્ટી


Foto

ઈંડિયન હોકી ટીમના કોચની હકાલપટ્ટી

Sept. 4, 2017, 4:36 p.m.
      Whatsapp   

ઈંડિયન હોકી ટીમના કોચ રોએલાંટ ઓલ્ટમૈંસને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યાં છે. છેલ્લા 2 વર્ષોમાં ટીમના સતત ખરાબ પ્રદર્શનને કારણે હોકી ઈંડિયા (એચઆઇ) એ આ નિર્ણય લીધો છે. એચઆઇનુ કહેવું છે કે રોએલાંટ આશા મુજબ કામ ન કરી શક્યા અને તે જ કારણ છે કે ટીમ સારુ પ્રદર્શન કરવામાં અસમર્થ રહી છે. જ્યા સુધી નવા કોચની નિયુક્તિ ન થાય ત્યા સુધી હાઇ પરફોર્મંસ ડાયરેક્ટર ડેવિડ જોન ટીમને ગાઇડ કરશે.

રોએલાંટ ઓલ્ટમૈંસને વર્ષ 2015માં સત્તાવાર રીતે સીનિયર રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા. આ પહેલા તે ટીમના હાઇ પરફોર્મંસ મેનેજર હતા. આ પહેલા પોલ વૈન એસ્સ ટીમના કોચ હતા, જેમને વિવાદાસ્પદ રીતે તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યાં હતા.

મહત્વની બાબત એ છે કે આ વર્ષે ફેડરેશન ઓફ ઈંટરનેશનલ હોકીનો હોકી વિશ્વકપ ઈંડિયામાં રમાવવાનો છે. આ સાથે વર્ષ 2018માં થનાર હોકી વિશ્વકપ ઈંડિયામાં જ રમાવવાનો છે. ઉલ્લેખનીય છે કે વિશ્વકપ પહેલા ટીમ ઈંડિયાના કોચની હકાલપટ્ટી ટીમના પ્રદર્શન પર માંઢી અસર કરી શકે છે.

હોકી ટીમના પસંદગી સમિતિના પ્રમુખ હરબિંદર સિંહે કહ્યું કે, અમે 2016 અને 2017ની ભારતીય પુરુષ હોકી ટીમના પ્રદર્શનથી ખૂબ જ નારાજ છીએ. અમારુ માનવું છે કે ટીમને આગળ લાવવામાં કોચ મહત્વનો ભાગ ભજવે છે અને તેમા રોએલાંટ નિશ્ફળ રહ્યાં છે. અમારે ટીમના પ્રદર્શનને ધ્યાનમાં લઇને અમુક કડક નિર્ણય લેવાં પડે છે. અમારે 2018ના એશિયાઇ રમત, વિશ્વકપ અને 2020 ઓલંપિક રમતમાં સારા પ્રદર્શન માટે આ નિર્ણય લેવો જરૂરી છે.