loader

Breaking News


Home > Health > ભારતીય વૈજ્ઞાનિકો દુનિયાની પ્રથમ ડેંન્ગુની દવા બનાવવામાં રહ્યા સફળ


Foto

ભારતીય વૈજ્ઞાનિકો દુનિયાની પ્રથમ ડેંન્ગુની દવા બનાવવામાં રહ્યા સફળ

April 17, 2018, 7:07 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ડેંન્ગુ એક એવી બિમારી જેણે ઘણા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. ડેંન્ગુની બિમારીમાં જો તમે કાળજી ન રાખી શકો તો તે જીવલેણ બની શકે છે. વર્ષનાં અતંમા શરૂ થતી ડેંન્ગુની બિમારીથી બચવા માટે ભારતીય વૈજ્ઞાનિકોએ એક ખાસ આયુર્વેદિક દવાની શોધ કરી છે.




ભારતીય વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે આ આયુર્વેદિક દવાથી ડેંન્ગુની બિમારીને દુર કરી શકાય છે. આગામી વર્ષે આ દવા બજારમાં દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે. આયુષ મંત્રાલય હેઠળ સ્વાયત્ત એકમ કેંન્દ્રિય આયુર્વેદિક વિજ્ઞાન સંશોધન પરિષદ(સીસીઆરએએસ) અને કર્નાટકનાં બેલગામનાં પ્રદેશિક સંશોધન કેન્દ્ર આઇસીએમઆરે પાયલટ અભ્યાસ કર્યો છે, જેમણે તેની તબીબી સલામતી અને પ્રભાવને સાબિત કર્યો છે. આ દવાને સાત અલગ-અલગ પ્રકારની ઔષધિયોથી બનાવવામાં આવેલ છે. સીસીઆરએએસનાં ડાયરેક્ટર જનરલ પ્રોફેસર વૈદ્ય કે એસ ધીમને જણાવ્યું કે, ઉષ્ણકટિંબંધીય દેશોમાં ડેંન્ગુ એક મોટી સ્વાસ્થ્ય સમસ્યાનાં રુપમાં સામે આવેલ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ દવા બનાવવાની શરૂઆત 2015માં થઇ હતી અને ગત વર્ષ જૂનમાં આ દવાનું નિર્માણ થઇ ગયુ હતુ.