loader

Breaking News


Home > Sports > પ્રથમ વન-ડે રમવા ભારતીય ટીમ માનસિક રીતે તૈયાર


Foto

પ્રથમ વન-ડે રમવા ભારતીય ટીમ માનસિક રીતે તૈયાર

Jan. 11, 2019, 1:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી ત્રણ વનડે મેચોની શ્રેણીની શરૂઆત થઇ રહી છે. જે પૈકીની પ્રથમ મેચ આવતીકાલે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાનાર છે. જો વરસાદ અને ખરાબ હવામાન વિલન નહીં બને તો મેચ ખુબ જ રોમાંચક રહેશે. ૭૦ વર્ષનાં લાંબા ગાળા બાદ વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ભારતીય ટીમે હાલમાં જ ટેસ્ટ શ્રેણી ઓસ્ટ્રેલિયામાં જીતી લીધા બાદ હવે વનડે શ્રેણી પણ જીતવા માટે તૈયાર છે.



ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફાર કરવામાં આવી ચુક્યા છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માની ટીમમાં વાપસી થઇ ગઇ છે. હાલમાં જ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ વરસાદ અને ખરાબ હવામાનનાં કારણે ભારત આજે જીતથી વંચિત રહી ગયુ હતુ. જો કે ભારતે ૭૨ વર્ષનાં લાંબા ગાળા બાદ ઓસ્ટ્રેલિયાની જમીન પર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો. આની સાથે જ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવા માટેનાં ૭૨ વર્ષનાં ઇન્તજારનો પણ અંત આવી ગયો હતો. ભારતે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતી લીધી હતી. વર્તમાન શ્રેણી પહેલા ભારતે હજુ સુધી ઓસ્ટ્રેલિયામાં શ્રેણીબદ્ધ શ્રેણી રમી હતી. પરંતુ હજુ સુધી જીત થઇ ન હતી. આ વખતે ટેસ્ટ શ્રેણી જીતીને નવો રેકોર્ડ સર્જવામાં આવ્યો છે.

ભારતે ઓસ્ટ્રેલિયાનો ૧૨ વખત પ્રવાસ કર્યો હતો. પરંતુ પહેલા સફળતા હાથ લાગી ન હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ દેખાવમાં સુધારો કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. પ્રથમ મેચ આવતીકાલે રમાઇ ગયા બાદ બીજી મેચ ૧૫મી જાન્યુઆરીનાં દિવસે એડિલેડ ખાતે રમાશે. જ્યારે ત્રીજી અને અંતિમ વનડે મેચ ૧૮મી જાન્યુઆરીનાં દિવસે મેલબોર્નમાં રમાનાર છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જસપ્રિત બુમરાહને ઓસ્ટ્રેલિયાની સામે રમાનારી વનડે શ્રેણી અને ત્યારબાદ ન્યુઝીલેન્ડનાં પ્રવાસમાં રમાનારી મેચ માટે આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બુમરાહે હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૨૧ વિકેટ ઝડપીને ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. ભારતે આ શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની સામે ઘરઆંગણેની શ્રેણી પહેલા પુરતા આરામ આપવાના હેતુસર આ નિર્ણય કરાયો હોવાનો દાવો બીસીસીઆઈ દ્વારા કરાયો છે. ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં પંજાબનાં ઝડપી બોલર સિદ્ધાર્થ કૌલને હવે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે જ્યારે બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને સામેલ કરાયો છે. ધોની ઉપરાંત એશિયા કપમાં ઇજાગ્રસ્ત થયા બાદ ટીમની બહાર થયેલા હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સામીને પણ ફરી સામેલ કરવામાં આવ્યા છે.