loader

Breaking News


Home > Sports > ભારતીય અંડર - ૧૯ ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી , દેશભરમાં ઉત્સાહનો માહોલ


Foto

ભારતીય અંડર - ૧૯ ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી , દેશભરમાં ઉત્સાહનો માહોલ

Feb. 3, 2018, 2:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ઓસ્ટ્રેલીયા : ભારતીય અંડર - ૧૯ ક્રિકેટ ટીમ આઈસીસી વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કરીને જીત મેળવી લીધી છે. ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલીયાને ૮ વિકેટથી કચડી નાખ્યું હતું. ભારતે ૨૧૭ રનનો ટાર્ગેટ ૬૭ રન બાકી હતા ત્યારે જ મેળવી દીધો હતો. ભારતીય ધુરંધરોએ ઓસ્ટ્રેલિયાનીની પૂરી ટીમને ૪૭.૨ ઓવરમાં જ ઢેર કરી નાખી હતી. તમને જણાવી દઈએ ભારત અને ઓસ્ટ્રેલીયાએ ત્રણ ત્રણ વખત વર્લ્ડ કપ જીત્યાં છે અને આ વખતે ભારત પાસે ચોથી વખત વર્લ્ડકપ જીતવાનો મોકો હતો જેને ભારતીય ટીમે જબરદસ્ત દેખાવ કરીને મેળવી લીધો હતો.

આ ટીમનાં કોચ રાહુલ દ્રવિડ હતા અને તેમની ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવાથી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. સમગ્ર દેશમાં લોકો ભારતીય ટીમની જીત માટે પ્રાથના કરી રહ્યાં હતા જે હવે ફળી છે. ક્રિકેટરોનાં પરિવારજનોએ પણ જીત માટે દુઆઓ માંગી હતી.