loader

Breaking News


Home > Sports > ભારતીય મહિલા હોકી ટીમની કમાલ, ચીનને ૩-૧ થી કચડ્યું.


Foto

ભારતીય મહિલા હોકી ટીમની કમાલ, ચીનને ૩-૧ થી કચડ્યું.

May 17, 2018, 2:50 p.m.
      Whatsapp   

માનવમિત્ર,ડોંગાએ સીટી:ભારતીય મહિલા ટીમે એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનો વિજય જાળવી રાખ્યો હતો ભારતે ચીનને 3-1થી કચડી નાખ્યું હતું ભારતની આ ટુર્નામેન્ટમાં સતત બીજી જીત છે. સાઉથ કોરિયામાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ભારતનો સતત બીજો વિજય છે. ભારત માટે વંદના કટારિયાએ ૪થી મીનીટમાં ગોલ કરી ભારતને આક્રમક શરુઆત અપાવી હતી ત્યારબાદ વંદનાએ 11મી મિનિટમાં વધુ એક ગોલ કરી ભારતને ૨-૦ની લીડ અપાવી હતી ત્યારબાદ ચાઇનાએ એકમાત્ર ગોલ 15 મી મિનિટમાં વેન ડેનની મદદથી ગોલ કર્યો હતો.ત્યારબાદ બને ક્વાટરમાં બંને ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી બાદમાં ભારતે છેલ્લાં ક્વાટરની ૫૯મી મીનીટમાં ગુરજીત કૌરે ગોલ કરી ભારતને ૩-૧થી વિજય અપાવ્યો હતો. હવે ભારતનો સામનો ગુરુવારે ભારત મલેશિયા સામે થશે.અગાઉ મલેશિયાએ જાપાનને 3-2થી પરાજય આપ્યો હતો.ભારતે પણ ટુર્નામેન્ટ-ઓપનરમાં જાપાનને 4-1થી હરાવ્યું હતું.