loader

Breaking News


Home > National > દુબઈમાં બે દિવસ ફ્રીમાં રોકાઈ શકશે ભારતીયો, UAE એ લીધો મહત્વનો નિર્ણય


Foto

દુબઈમાં બે દિવસ ફ્રીમાં રોકાઈ શકશે ભારતીયો, UAE એ લીધો મહત્વનો નિર્ણય

June 22, 2018, 12:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : યુનાઈટેડ આરબ અમીરાતે ભારતીય પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને બુધવારે એક મહત્વનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય મુજબ હવે તમને બે દિવસનાં ફ્રી - ટ્રાન્ઝીટ વિઝા મળશે. બે દિવસનાં ફ્રી ટ્રાન્ઝીટ વિઝાનો મતલબ એ છે કે તમને દુબઈ અને અબુધાબી થઈને દુનિયાનાં કોઈપણ દેશમાં જઈ રહ્યા હોય તો તમને અહી ૪૮ કલાક રોકાવવા માટે એક રૂપિયાનો પણ ખર્ચ કરવો નહી પડે.

વધુમાં જો તમે બે દિવસનાં આ સમયને વધુ વધારવા માંગતા હોય તો તમે તે પણ કરી શકો છો. તમે લગભગ ૫૦ દિરહામ એટલે કે ૧૦૦૦ રૂપિયા ભરીને આ સમયમર્યાદાને સીધા ચાર દિવસ અથવા ૯૬ કલાક માટે વધારી શકો છો. ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે UAE કેબિનેટે આ નિર્ણય લીધો છે.