loader

Breaking News


Home > Sports > ભારતનો ઈતિહાસ સૌ પ્રથમવાર સાઉથ આફ્રિકામાં વન-ડે શ્રેણી જીતી.


Foto

ભારતનો ઈતિહાસ સૌ પ્રથમવાર સાઉથ આફ્રિકામાં વન-ડે શ્રેણી જીતી.

Feb. 14, 2018, 12:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર,પોર્ટ એલિઝાબેથન:વિરાટની કેપ્ટનશીપમાં ભારતે ઈતિહાસ રચતાં સાઉથ આફ્રિકાની ધરતી પર સૌ પ્રથમવાર દ્રિપક્ષીય સીરીઝ જીતી હતી.આ સાથે ભારતે છ મેચોની સીરીઝમાં ૩-૧ની અજેય લીડ મેળવી લીધી છે.જોહનિસબર્ગના વાન્ડેરેર્સ સ્ટેડિયમમાં રમાયેલી પાંચમી વન-ડેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતી ભારતને પ્રથમ બેટિંગમાં ઉતાર્યું હતું.રોહિત શર્માની સદીના સહારે ભારતે ૫૦ ઓવરનાં અંતે સાત વિકેટ ગુમાવીને ૨૭૪ રન બનાવ્યાં હતાં જેની સામે સાઉથ આફ્રિકાની ટીમ ૪૨.૨ ઓવરમાં ૨૦૧ રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ હતી અને ભારતનો ૭૪ રને યાદગાર વિજય થયો હતો.સાઉથ આફ્રિકાએ આખરી ચાર વિકેટ માત્ર પાંચ રનમાં જ ગુમાવી દીધી હતી.૧૯૯૨થી સાઉથ આફ્રિકાનો પ્રવાસ ખેડનાર ભારતીય ટીમ ક્યારેય સાઉથ આફ્રિકામાં વન-ડે શ્રેણી જીતી શકી નહોતી ત્યારે કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે શાનદાર દેખાવ કરતાં ઈતિહાસ રચ્યો છે.

૨૭૫ રનનો પીછો કરવાં ઉતરેલી આફ્રિકાની સારી રહી હતી,ઓપનર અમલા અને માર્કરામે ૫૨ રન જોડયા હતાં.બુમરાહે માર્કરામને કોહલીનાં હાથે કેચ પકડાવયાં બાદ પંડયાએ ડ્યુમિની અને ડી.વિલિયર્સને આઉટ કરી આફ્રિકાને હતપ્રત કરી નાખી હતી.આ પછી મિલર અને અમલાએ ૬૨ રન જોડયાં હતાં.આ જોડી વધુ ઘાતક સાબિત થાય તે પહેલા ચહલે ત્રાટક્યો અને મિલરને બોલ્ડ કર્યો હતો.ત્યારબાદ ક્લાસેન અને અમલા ક્રીઝ ઉપર હતાં ત્યારે મેચ આફ્રિકાનાં પક્ષમાં હતી. જોકે અમલા ૧૬૬ રનના સ્કોરે આઉટ થતાં મેચનું પાસું પલટાયું હતું.

કુલદીપે ત્યારબાદ ફેહલુકવાયોને બોલ્ડ કરી આફ્રિકાની મુશ્કેલી વધારી હતી.ક્લાસીન જ્યાં સુધી પીચ ઉપર હતો ત્યાં સુધી સાઉથ આફ્રિકાને જીતની આશા હતી પરંતુ ૪૧મી ઓવરમાં કુલદીપે રબાડા અને તે જ ઓવરમાં ક્લાસેનને આઉટ કરી સાઉથ આફ્રિકાનાં હાથમાંથી જીતનો કોળીયો છીનવી દીધો હતો.આ પછી ચહલે જીતની ઔપચારિકતા પૂરી કરતાં ૪૨મી ઓવરમાં ચહલે માર્કેલને આઉટ કરી ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો.