loader

Breaking News


Home > Sports > પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકા ઉપર ભારતની હવે મજબૂત પકડ


Foto

પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકા ઉપર ભારતની હવે મજબૂત પકડ

Aug. 2, 2017, 5:47 p.m.
      Whatsapp   

ગાલે ઃ ગાલેના મેદાન પર શરૂ થયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે આજે Âસ્થતિ મજબૂત બનાવી દીધી હતી. ભારતે હવે યજમાન શ્રીલંકા ઉપર કુલ ૪૯૮ રનની લીડ મેળવી લીધી છે અને તેની સાત વિકેટ હાથમાં છે. આ જાતા આ ટેસ્ટ મેચમાં ભારતની જીત હવે નિશ્ચિત દેખાઈ રહી છે.

આજે શ્રીલંકાની ટીમ ભારતના પ્રથમ દાવમાં ૬૦૦ રન ઓલઆઉટના જવાબમાં ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ ભારતે તેના બીજા દિવસમાં આજે રમત બંધ રહી ત્યારે ત્રણ વિકેટે ૧૮૯ રન કર્યા હતા. વિરાટ કોહલી ૭૬ રન સાથે રમતમાં છે. તે આવતીકાલે પોતાની સદી પુરી કર્યા બાદ ભારત દાવ ડિકલેર કરે તેવી શક્યતા છે. મુકુંદ ૮૧ રન કરીને આઉટ થયો હતો. અગાઉ શ્રીલંકાની ટીમ તેના પ્રથમ દાવમાં ૨૯૧ રન કરી શકી હતી.

શ્રીલંકા તરફથી પરેરા ૯૨ રન કરીને અણનમ રહ્યો હતો જેમાં ૧૦ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. મેથ્યુસ ૮૩ રન કરીને આઉટ થયો હતો. ગઇકાલે બીજા દિવસે ભારતની ટીમ ૬૦૦ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી જેના જવાબમાં રમત બંધ રહી ત્યારે શ્રીલંકાએ તેના પ્રથમ દાવમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૫૪ રન કર્યા હતા. મેથ્યુસ ૫૪ રન સાથે અણનમ હતો. આજે શ્રીલંકાએ પોતાની ઇનિંગ્સને આગળ વધારી હતી અને શ્રીલંકાના બેટ્સમેનો વધારે સમય સુધી મેદાનમાં ટકી શક્યા ન હતા. ભારત તરફથી પ્રથમ દાવમાં ચેતેશ્વર પુજારા ૧૫૩ રન કર્યા હતા. જ્યારે શિખર ધવને ૧૬૮ બોલમાં ૩૧ ચોગ્ગા સાથે ૧૯૦ રન ફટકાર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી પણ ૩ રન કરીને આઉટ થયો હતો. જા કે, બીજા દાવમાં હવે તે સદી તરફ વધી રહ્યો છે.