loader

Breaking News


Home > Sports > Asia Cup ની ફાઇનલ મેચમાં ભારતની રોમાંચક જીત, સાતમી વખત કપ કર્યો નામે


Foto

Asia Cup ની ફાઇનલ મેચમાં ભારતની રોમાંચક જીત, સાતમી વખત કપ કર્યો નામે

Sept. 29, 2018, 11:20 a.m.
      Whatsapp   

માનવમિત્ર, દુબઈ : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલ એશિયા કપ ફાઈનલમાં ભારતે 3 વિકેટે જીત મેળવી કપ પોતાના નામે કર્યો હતો. પહેલા બેટીંગ કરતા બાંગ્લાદેશની ટીમ માત્ર 222 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ભારતની ટીમે સંઘર્ષ કરતા આખરી બોલમાં જીત મેળવી હતી.



એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતે બંગ્લાદેશ સામે ત્રણ વિકેટે વિજય મેળવી એશિયા કપમાં ફરી પોતાની બાદશાહત જાળવી રાખી છે. ભારત એક માત્ર ટીમ છે જેણે કુલ સાત વખત એશિયા કપ પોતાના નામે કર્યો છે. આ પહેલા 1984, 1988, 1990-91, 1995, 2010 અને 2016માં ભારત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કરવામાં સફળ રહ્યુ છે. વળી આ તરફ બાંગ્લાદેશ ત્રીજી વખત ફાઈનલમાં પહોચીને પણ ખિતાબને પોતાના નામે કરવામાં અસફળ રહ્યુ હતુ.

બાંગ્લાદેશ તરફથી લિટન દાસે સૌથી વધુ 121 રન બનાવ્યા હતા. પરંતુ બીજી તરફ બાંગ્લાદેશની પૂરી ટીમ 222 રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી. પહેલા બેટીંગ કરતા બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ સારી રહી હતી. ખૂબ જ રોમાંચક મેચમાં ભારતે આખરે છેલ્લા બોલે જીત મેળવી બંગ્લાદેશની ઉમ્મીદો પર પાણી ફેરવી દીધુ હતુ. મેચમાં લિટન દાસનાં શાનદાર પ્રદર્શનનાં કારણે તેને મેન ઓફ ધ મેચ ઘોષીત કરવામાં આવ્યો હતો. વળી સીરીઝમાં પોતાની બેટીંગનો જાદુ ચલાવતા ટીમનાં ગબ્બર કહેવાતા શિખર ધવનને મેન ઓફ ધ સીરીઝ ઘોષીત કરવામાં આવ્યો હતો.