loader

Breaking News


Home > Sports > INDvsAUS: બેંગલુરુ વન ડેમાં હાર બાદ ભારતે ગુમાવ્યો નંબર વનનો તાજ


Foto

INDvsAUS: બેંગલુરુ વન ડેમાં હાર બાદ ભારતે ગુમાવ્યો નંબર વનનો તાજ

Sept. 29, 2017, 6:39 p.m.
      Whatsapp   

INDvsAUSની પાંચ વન ડે શ્રેણીના ચોથા વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 21 રને હરાવ્યું છે. આ હાર સાથે ભારતના વિજયી રથમાં બ્રેક આવી ગઇ છે. ભારતીય ટીમનું વિજય અભિયાન નવ મેંચોથી સતત ચાલી આવી રહ્યુ હતુ અને આશા હતી કે ભારત ઓસ્ટ્રેલિયાને બેંગલુરુમાં હરાવીને પોતાની જીતને જાળવી રાખશે. પરંતુ ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે તેજસ્વી રમત દર્શાવીને ભારતને માત આપી હતી.

આ મેંચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં પાંચ વિકેટના નુકશાને 334 રનનો સ્કોર ઉભો કર્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 313 રન જ બનાવી શકી હતી. ભારતની આ શ્રેણીમાં પ્રથમ હાર છે અને ઓસ્ટ્રેલિયાની પ્રથમ જીત છે. આ શ્રેણીમાં ભારત 3-1થી આગળ છે. જો કે ભારતને બેંગલુરુ મેંચમાં હાર બાદ ઘણુ નુકશાન થયુ છે.

ભારતની બેંગલુરુ મેંચમાં હાર બાદ ભારત વન ડે શ્રેણીની નંબર વનની પોઝિશન ગુમીવી ચૂક્યું છે. આ મેંચ પહેલા ભારતના વન ડેમાં 120 અંક હતા અને હવે હાર બાદ તે 119 અંક પર આવી ગયુ છે. હવે ભારત અને સાઉથ આફ્રિકાનાં અંક બરાબર છે. પરંતુ દશાંશ ગણતરીમાં આગળ હોવાના કારણે સાઉથ આફ્રિકાની ટીમ નંબર વન પર પહોચી ગઇ છે.

બેંગલુરુ વન ડેમાં ભારતની હાર બાદ પણ કેપ્ટન કોહલીએ એક વિશિષ્ટ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જો કે આ મેંચમાં કોહલીએ વધુ રન બનાવ્યા નથી પરંતુ તેણે કેપ્ટન પદ પર સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ પહેલા આ રેકોર્ડ સાઉથ આફ્રિકાનાં તોફાની બેંટ્સમેન એ બી ડિવિલિયર્સના નામે હતો.

હાર્દિક શાહ