loader

Breaking News


Home > Sports > INDvsAUS: ટી20 ટીમની ઘોષણા, અશ્વિન, જાડેજાને સ્થાન નહી, ક્રિકેટપ્રેમીઓ નારાજ


Foto

INDvsAUS: ટી20 ટીમની ઘોષણા, અશ્વિન, જાડેજાને સ્થાન નહી, ક્રિકેટપ્રેમીઓ નારાજ

Oct. 2, 2017, 6:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર :
ટેસ્ટ મેચમાં સારા પ્રદર્શન કરવા છતાં રવિચંદ્રન અશ્વિન અને રવિંન્દ્ર જાડેજાને ટી20 જેવા શોર્ટ ફોર્મેટમાં ભારતીય ટીમમાં જગ્યા મળેલ નથી. અશ્વિન અને જાડેજાની અવગણનાથી ક્રિકેટપ્રેમીઓમાં નારાજગી દેખવા મળી છે. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ વન ડે શ્રેણીમાં આરામ આપ્યા બાદ હવે તેમને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ત્રણ ટી20 મેચની શ્રેણીમાં પણ જગ્યા આપવામાં આવી નથી. યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવના હાલનાં સારા પ્રદર્શન જાડેજા અને અશ્વિનને ટીમની બહાર રાખવાનું કારણ માનવામાં આવી રહ્યુ છે. આ બંને દિગ્ગજોની અવગણનાથી ક્રિકેટપ્રમીઓમાં નારાજગી વધી રહી છે. લોકોએ ટ્વીટર દ્ધારા આ ગુસ્સાને જાહેર કર્યો હતો.ટીમ ઇંડિયાએ 2015 વિશ્વકપ બાદથી અત્યાર સુધી 55 વન ડે મેચ રમી છે અને આશ્ચર્યની વાત એ છે કે જાડેજા અને અશ્વિન આંમાથી ઘણી મેચોમાં ટીમનો હિસ્સો રહ્યા નથી. ટી20 જેવા શોર્ટફોર્મેટ માટે આ દિગ્ગજ ખેલાડીઓને સારા ફોર્મમાં ન હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને આઇસીસી ચૈપિયંસ ટ્રોફી 2017માં તેમના ખરાબ પ્રદર્શનને ધ્યાને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવુ લાગી રહ્યુ છે.

અશ્વિને છેલ્લા 2 વર્ષમાં 12 વન ડે મેચોમાં 5.79ના ઇકાનોમી સાથે માત્ર 11 વિકેટ મેળવી છે. તે દરમ્યાન ટી20 મેચોમાં તેમણે 6.49ની ઇકોનોમી સાથે 27 વિકેટ લીધી છે. બીજી તરફ છેલ્લા 2 વર્ષોમાં જાડેજાએ 15 વન ડેમાં માત્ર 11 વિકેટ લીધી જેમા તેની ઇકોનોમી 5.27 છે. જ્યારે 18 ટી20 મેચોમાં તેણે 7.26ના ઇકોનોમી રેટ સાથે માત્ર 17 વિકેટ જ લીધી છે.

હાર્દિક શાહ