loader

Breaking News


Home > Sports > INDvsENG 2018 : પુજારાએ ઈગ્લેન્ડ સામે કારકિર્દીની 15મી સદી ફટકારી


Foto

INDvsENG 2018 : પુજારાએ ઈગ્લેન્ડ સામે કારકિર્દીની 15મી સદી ફટકારી

Sept. 1, 2018, 11:44 a.m.
      Whatsapp   

માનવમિત્ર, સાઉથૈમ્ટન : ઈગ્લેન્ડ સામે રમાઇ રહેલી ચોથી ટેસ્ટનાં બીજા દિવસે ભારતીય બેટ્સમેનોએ ખરાબ પ્રદર્શન કર્યુ હતુ. ટીમનાં ઓપનીંગ બેટ્સમેન ધવન અને કે.એલ.રાહુલનાં જલ્દી આઉટ થયા બાદ કેપ્ટન કોહલીએ મેદાનમાં પોતાનો પગ જમાવ્યો હતો પરંતુ તે પણ મેદાનમાં વદુ સમય ન રહેતા ટીમની બધી જવાબદારી ચેતેશ્વર પુજારા પર આવી ગઇ હતી. જો કે પુજારાએ આ જવાબદારીને ઉઠાવતા પોતાની કારકિર્દીની 15મી સદી ફટકારી અને ટીમને સંકટથી બહાર કાઢી હતી.



સાઉથૈમ્ટન ટેસ્ટનો બીજો દિવસ પુજારાનાં નામે રહ્યો હતો. તેણે પોતાની કારકિર્દીની 15મી સદી ફટકારી હતી સાથે તેણે નોટઆઉટ 132 રનની યાદગાર ઈનિંગ્સ રમી ટીમને એક મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. બીજા દિવસનાં પહેલા સેશનમાં બે વિકેટ પડી ગયા બાદ કેપ્ટન કોહલી અને ચેતેશ્વર પુજારાએ ટીમને એક મજબૂત આપી અને 92 રનની ખાસ ભાગીદારી કરી હતી. જો કે કોહલીનાં આઉટ થયા બાદ ટીમનાં બાકી ખેલાડીઓ મેદાનમાં કઇ ખાસ ન કરી શક્યા. તે સમયે પુજારાએ પોતાની વિકેટ બચાવી ટીમને ધીરેધીરે મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. મહત્વની વાત એ છે કે પુજારા અને બુમરાહ વચ્ચે છેલ્લી વિકેટે 46 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઇ હતી. તમને જણાવી દઇએ કે પુજારાની ઈગ્લેન્ડ સામે આ પાંચમી ટેસ્ટ સદી છે.