loader

Breaking News


Home > Sports > INDvsEng 5th Test : કે.એલ.રાહુલ અને ઋષભ પંતની મહેનત પર ફર્યુ પાણી, ઈગ્લેન્ડે 118 રને મેળવી જીત


Foto

INDvsEng 5th Test : કે.એલ.રાહુલ અને ઋષભ પંતની મહેનત પર ફર્યુ પાણી, ઈગ્લેન્ડે 118 રને મેળવી જીત

Sept. 12, 2018, 12:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લંડન : ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં ઈગ્લેન્ડે ભારત સામે 118 રને જીત મેળવી લીધી છે. ચૌથી ઈનિગ્સમાં બેટીંગ માટે ઉતરેલી ભારતીય ટીમનાં શરૂઆતનાં બેટ્સમેન મામૂલી રનમાં આઉટ થતા મેચમાં ઈગ્લેન્ડની પકડ મજબૂત થઇ ગઇ હતી. ત્યારે બાદ મેદાનમાં કે.એલ.રાહુલ અને ઋષભ પંતે છઠ્ઠા વિકેટે 204 રનની પાર્ટનરશીપ કરી ટીમને સંકટથી બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે રાહુલ અને પંતની વિકેટ પડી ગયા બાદ ઈગ્લેન્ડનાં બોલરો ભારતીય બેટ્સમેનો પર હાવી થઇ જતા રાહુલ અને પંતની મહેનત પર પાણી ફરી વળ્યુ હતુ.



કે.એલ.રાહુલે 149 અને ઋષભ પંતે 114 રનની સંઘર્ષપૂર્ણ બેટીંગ કરી હોવા છતા ટીમ ઈન્ડિયાએ ઓવલ ટેસ્ટમાં ઈગ્લેન્ડ સામે 118 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈગ્લેન્ડે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ 4-1થી પોતાના નામે કરી દીધી છે. મેચમાં એક સમયે એવો પણ હતો કે રાહુલ અને પંતથી લોકોને જીતની આશા બંધાઇ હતી, પરંતુ આદિલ રાશિદે તે બંન્ને વચ્ચે થયેલી 204 રનોની પાર્ટનરશીપ પર બ્રેક લગાવતા ઈગ્લેન્ડને મેચમાં પાછુ લાવી દીધુ હતુ. રાહુલ અને પંતનાં આઉટ થયા બાદ બાકી રહેલા ખેલાડીઓએ તુરંત જ પોતાની વિકેટો ગુમાવી દીધી હતી. પાંચમી ટેસ્ટનાં પાંચમાં દિવસે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં રાહુલ અને પંત સફળ રહ્યા હતા.