loader

Breaking News


Home > Sports > INDvsEng : ટ્રેંટ બ્રિજમાં ભારત મજબૂત સ્થિતિમાં, મેળવી શકે છે આસાન જીત


Foto

INDvsEng : ટ્રેંટ બ્રિજમાં ભારત મજબૂત સ્થિતિમાં, મેળવી શકે છે આસાન જીત

Aug. 20, 2018, 10:33 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નૉટિંઘમ : ટ્રેંટ બ્રિજ ખાતે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત દેખાઇ રહી છે. મેચનો બીજો દિવસ પૂર્ણ થતા પહેલા ભારતે પોતાની બીજી ઈનિગ્સમાં 2 વિકેટનાં નુકસાને 124 રન બનાવી દીધા છે. આ સાથે ભારત હવે ડ્રાઈવિગ સીટ પર દેખાઇ રહ્યુ છે.



ઈગ્લેન્ડ પોતાની પ્રથમ ઈનિગ્સમાં માત્ર 161 રન બનાવી ઓલઆઇટ થઇ ગયુ છે. જો કે ઈગ્લેન્ડ ટીમ ફોલોઓન બચાવવામાં સફળ રહી હતી. બીજા દિવસની રમત પૂર્ણ થયા પહેલા ભારતે પોતાની બીજી ઈનિગ્સમાં 124 રન બનાવી દીધા છે. આ સાથે ભારતીય ટીમ ઈગ્લેન્ડ સામે 292 રનની લીડ સાથે આગળ વધી રહી છે. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ પાંચ વિકેટ લઇને ઈગ્લેન્ડની ટીમને બેકફૂટમાં ધકેલી દીધી છે. ભારતીય ટીમ હાલમાં મજબૂત સ્થિતિમાં દેખાતા એક આસાન જીત મેળવી શકે તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.