loader

Breaking News


Home > Sports > INDvsNZ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ ટી20 રમાશે, નેહરાને મળશે અંતિમ વિદાઇ


Foto

INDvsNZ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ ટી20 રમાશે, નેહરાને મળશે અંતિમ વિદાઇ

Nov. 1, 2017, 5:21 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ ટી20 મેચ દિલ્હીનાં ફિરોઝશાહ કોટલા મેદાને રમાશે. આ મુકાબલાનું જીવંત પ્રસારણ 7 વાગે શરૂ થશે. વન ડે બાદ હવે ટી20માં પણ ભારત જીતનો સ્વાદ ચાખવા તૈયાર છે. નવાઇની વાત એ છે કે ભારતે આજ દિન સુધી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ આ ફોરમેટમાં જીત મેળવી નથી. ભારતનો પ્રયત્ન આ રેકોર્ડને સુધારવાનો રહેશે. સુત્રોના જણાવ્યા અનુસાર આજે આ મુકાબલામાં આશિષ નેહરાને રમવાનો મૌકો મળી શકે છે અને આ તેમની છેલ્લી વિદાય મેચ હશે.આ મેચમાં ભારતનાં ફાસ્ટ બોલર આશિષ નેહરાને રમવાનો મૌકો મળી શકે છે. આ તેમની છેલ્લી આતંરરાષ્ટ્રીય મેચ હશે અને ભારતીય ટીમ આ મેચમાં જીત મેળવીને નેહરાની વિદાઇ આપવા માંગશે. વન ડેમાં જીત મેળવ્યા બાદ ભારત સકારાત્મક વિચાર સાથે મેદાને ઉતરશે. જ્યારે ન્યુઝીલેન્ડ આ ફોરમેટમાં પોતાની જીતની પરંપરા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. ભારત તરફથી રોહિત શર્મા અને શિખર ધવનનું ટીમમાં સ્થાન પાક્કુ છે. આશિષ નહેરાનાં ટીમમાં આવવાથી ટીમની બોલીંગ સાઇડ ઘણી મજબુત બનશે.

સંભવિત ભારતીય ટીમ આ મુજબ રહેશે.

વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, એમએસ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પાંડ્યા, યુજેવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, કુલદિપ યાદવ, જસપ્રિત બુમરાહ, આશિષ નહેરા.

હાર્દિક શાહ