loader

Breaking News


Home > Sports > INDvsSA: રબાડાને ભારે પડ્યુ શિખરને બાય-બાય કહેવુ


Foto

INDvsSA: રબાડાને ભારે પડ્યુ શિખરને બાય-બાય કહેવુ

Feb. 14, 2018, 7:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલ 5મી વનડે મેચમાં ભારતીય ટીમે 73 રને જીત મેળવી લીધી છે. આ જીત સાથે ભારતે સીરીઝ પણ પોતાના નામે કરી દીધી છે. દક્ષિણ આફ્રિકાને આ હાર હજુ પચે તે પહેલા આઇસીસીએ આફ્રિકન ફાસ્ટ બોલર રબાડાને દંડ ફટકાર્યો છે. આઇસીસીએ રબાડાની મેચ ફીમાંથી 15 ટકા રકમ કાપવાનો આદેશ આપી દીધો છે.



દક્ષિણ આફ્રિકાએ ટાસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ હતુ. ભારતને શિખર ધવન અને રોહિત શર્માએ મળીને સારી શરૂઆત આપી હતી. ફોર્મમાં રહેલો શિખર ધવન ઝડપથી રન બનાવી રહ્યો હતો. ભારતીય ઇનિગ્સની 8મી ઓવરમાં રબાડાએ શિખરને આઉટ કરી ભારતને પહેલો ઝટકો આપ્યો હતો. ત્યાર બાદ રબાડાએ શિખરને અપશબ્દોનો ઉપયોગ કરી બાય-બાયનો ઇશારો કર્યો હતો. તે દરમિયાન ફિલ્ડ એમ્પાયરે તેની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ આઇસીસીએ રબાડાને મળતી મેચ ફીનાં 15 ટકા કાપવાનો આદેશ આપ્યો હતો. રબાડાનો આ વ્યવહાર ભારતીય ક્રિકેટ પ્રશંસકોને બિલ્કુલ પસંદ ન આવતા તેમણે સોશિયલ મીડિયામાં રબાડાનાં આ વ્યવહાર પર પોતાનો ગુસ્સો ઢાલવ્યો હતો.