loader

Breaking News


Home > Gujarat > મોંઘવારીનો માર, વરસાદ ખેંચાતા શાકભાજી - કઠોળના ભાવ વધ્યાં


Foto

મોંઘવારીનો માર, વરસાદ ખેંચાતા શાકભાજી - કઠોળના ભાવ વધ્યાં

June 20, 2018, 4:16 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત, મધ્યપ્રદેશ સહિત પશ્ચિમનાં રાજ્યોમાં ચોમાસું હજુ અઠવાડિયાથી ૧૦ દિવસ લંબાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે, જેના પગલે ચણાના વાયદામાં બે ટકાનો ઉછાળો નોંધાતો જાવા મળ્યો છે. માહિતી મુજબ ચણા, અડદ અને મગની વાવણી મોડી થાય તેવી શક્યતા પાછળ ભાવમાં મજબૂત સુધારાની ચાલ જોવા મળી છે. વધુમાં શાકભાજીથી માંડીને જીવનજરૂરિયાતની વસ્તુઓના પણ ભાવ વધ્યા છે.

નોંધનીય છે કે ચણા વાયદા ૩,૪૦૦ની સપાટી ક્રોસ કરી ગયા છે. હાજર બજારમાં પણ તેની સીધી અસર જોવા મળી છે. મોટા ભાગની એગ્રિકોમોડિટીના હાજર ભાવમાં સુધારો જાવા મળ્યો છે. ચણા પ્રતિકિલો ૬૦થી ૭૦ની સપાટીએ પહોંચ્યા છે, જ્યારે કાબુલી ચણામાં પણ મજબૂત સુધારો જાવાયો છે.

કાલુપુર બજારમાં મગ, ચણાની દાળ, અડદની દાળ પણ ૭૦થી ૯૦ની સપાટીએ પહોંચેલી જાવા મળી છે. ઉલ્લેખનીય છે કે વરસાદ લંબાતાં સ્ટોકિસ્ટોની ડિમાન્ડ વધતાં ભાવમાં સુધારાની ચાલ જો વા મળી છે. ઉલ્લેખનીય છે કે પાછલા મહિનાના બીજા સપ્તાહમાં ચણાના ભાવ ૫૫થી ૬૦ રૂપિયાની આસપાસ જાવા મળતા હતા, જ્યારે ચણાની દાળ ૬૦થી ૭૦ રૂપિયે પ્રતિકિલોની સપાટીએ હતા. મગ પણ ૭૦થી ૮૦ રૂપિયાની આસપાસ વેચાતા હતા.