loader

Breaking News


Home > Gujarat > દુષ્કર્મના બનાવોને પગલે ગાંધીનગર જીલ્લાની સરકારી શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાની પહેલ


Foto

દુષ્કર્મના બનાવોને પગલે ગાંધીનગર જીલ્લાની સરકારી શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાની પહેલ

April 18, 2018, 2:57 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : દેશમાં દિનપ્રતિદિન બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં રાજ્યના સુરત તેમજ કથુઆમાં બાળકીઓ સાથે દુષ્કર્મ કરીને હત્યા કરી દેવ્ચાઈ હતી તેમજ ઉત્તરપ્રદેશનાં ઉન્નાવમાં પણ એક ૧૬ વર્ષની છોકરી સાથે ભાજપનાં નેતાએ દુષ્કર્મ કર્યું હતું.

જો કે આ બનાવને ગાંધીનગર જીલ્લા પંચાયતની શિક્ષણ સમિતિએ ગંભીરતાથી લીધો છે અને સરકારી શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય આ શિક્ષણ સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ ગાંધીનગર જીલ્લાની શિક્ષણ સમિતિએ આ નિર્ણય લિધો છે.

આ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે હાલમાં બનેલી રહેલી ઘટનાઓને પગલે સરકારી શાળાઓમાં સીસીટીવી કેમેરા નાખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણવ્યું હતું કે શિક્ષણ સમિતિને સ્વભંડોળમાંથી ૫૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ રકમ શાળાઓના ઓરડાની મરામત, પેવર બ્લોક રંગરોગાન માટે વાપરવાની હોય છે જો કે અવાર નવાર બની રહેલી આ પ્રકારની ઘટનાઓને કારણે સીસીટીવી કેમેરા માટે વપરાશે.

સરકારી શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે સર્વે કરવામાં આવશે. ગાંધીનગરના ચારે તાલુકામાં વધુ કન્યાઓ કઈ શાળામાં અભ્યાસ કરે છે તેનો સર્વે કરવામાં આવશે ત્યારબાદ તે શાળાને પ્રાથમિકતા આપવામાં આવશે. વધુમાં ચેરમેન ગીતાબેન પટેલે કહ્યું હતું કે રાત્રીના સમયે કેટલાક અસામાજિક તત્વો શાળાઓના મેદાનમાં અડ્ડો જમાવીને બેઠા હોય છે તે લોકોને દુર કરવા માટે મેદાનમાં LED લાઈટ પણ નાખવામાં આવશે.