loader

Breaking News


Home > Gujarat > સિવિલ ઓડીટોરીયમ ખાતે કેટરર્સ દ્વારા નિમ્નકક્ષાનું રદ્દી ભોજનમાં જીવાતો નીકળી


Foto

સિવિલ ઓડીટોરીયમ ખાતે કેટરર્સ દ્વારા નિમ્નકક્ષાનું રદ્દી ભોજનમાં જીવાતો નીકળી

April 26, 2018, 2:57 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા પ્રજાના વિકાસ માટે અને પ્રજાને લાભો મળે તે હેતુસરથી અન્ય કોર્પોરેશનો, નિગમોની સ્થાપના કરવામાં આવી છે. ભારે ગુજરાતમાંથી આવતા અરજદારો માટે નિગમ દ્વારા કાર્યક્રમ પૂર્ણથયા બાદ ભોજનથી પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમ દરમ્યાન આ કેટરર્સ દ્વારા નિમ્નકક્ષાનું અને રદ્રી ખાણું પીરસાતા અને આ ભોજનમાં પણ જીવાત નીકળતા ઘણા જ અરજદારોએ લીધેલ ભોજનની થાળી છોડી દેવી પડી હતી. જેમાં મોટા ભાગનો બગાડ થવા પામ્યો હતો.

ત્યારે સરકારે લાખો રૂપિયા પ્રજા માટે ખર્ચી રહી છે અને પ્રજાને ક્વોલીટી મળે તે હેતુસરજ સરકારે અને નિગમે કામ કર્યું છે, ત્યારે કેડરર્સના માલીકે જંગી નફો મળે અને સસ્તી ચીજવસ્તુઓ પીરસીને લાખોનું બીલ પાસ કરાવવા મોટો ખેલો આદરવા જતા ભોજનમાં પણ જીવાત નીકળતા ભારે અફડા-તફડી અને ચર્ચાનો વિષય બન્યો હતો.

સુત્રો તથા લોકમુખે ચર્ચા મુજબ ગુજરાત ગોપાલક વિકાસ નિગમના એક વિતરણ સમારોહ તા ૨૪-૪-૧૮(મંગળવાર)ના રોજ ગાંધીનગર સિવિલ ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. ત્યારે આ પ્રસંગમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, સામાજીક ન્યાય સમિતિ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સા.શૈ. પછાત વર્ગોનું કલ્યાણના મંત્રી વાસણભાઈ આહીર, ઉચ્ચકક્ષાના આઈએએસ, અધિકારી તથા માજી ચેરમેનો આ કાર્યક્રમમાં હાજર હતા. ત્યારે કાર્યક્રમ ૧૦ઃ૩૦ વાગે શરૂ થયા બાદ પૂર્ણાહુતી ૧૧ઃ૩૦ વાગે થઈ હતી. ત્યારબાદ બહારગામથી આવેલા અરજદારો માટે નિગમ દ્વારા ભોજનપણ બાજુના કક્ષના ખુલ્લા મેદાનમાં મંડપની નીચે રાખેલ, ત્યારબાદ જમણવારમાં ભોજન પીરસાતું હતું ત્યારે ભાતમાંથી જીવાત નીકળવા પામી હતી અને એક અરજદારના ભોજનમાં નાનું જીવડું પણ મળી આવ્યું હતું. આ વાયુવેગે વાત પ્રસરતાં અને ઘણાને ખબર પડતાં ભોજનની થાળી મોટાભાગનાઓએ છોડી દીધી હતી. ત્યારે સરકારે લાખો રૂપિયા પ્રજા માટે વાપર્યા છે. અને કેડરર્સ દ્વારા ૧ ડીસ મુજબ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તે પણ જમવાની સારી ક્વોલીટી મુજબ તે પછી રહી અને નિમ્નકક્ષાનું ભોજન પીરસાતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે હવે આ કેડરર્સ દ્વારા કેટલાક રૂપિયાનું તોતીંગ બીલ મુકવામાં આવે છે અને કેટલું પાસ થાય છે તે જોવાનું રહ્યું, બાકી, ક્વોલીટી અને નિમ્નકક્ષાની વસ્તુ પીરસાતા એઠવાડનો પણ ભારે ઝમેલો જોવા મળ્યો હતો.

આ ઉપરાંત ઘણાને ભાતમાં જીવાત અને ઈયળ જોવાતાં ભોજન પણ છોડી દીધું હતું અને જેને આ વાત ધ્યાનમાં આવતાં થાળી મુકીને બીજી થાળી લીધી હતી. જેમાં ભાત ખાવાથી દૂર પણ રહ્યા હતા. ત્યારે ડીસ જેટલી જાય તેટલી ગણતરી એ કેટરર્સને તો બખ્ખા બખ્ખાં થઈ ગયા હતા. હવે કેટરર્સ દ્વારા કેટલું બીલ મુકવામાં આવે છે અને પ્રજાના પૈસાનું પાણી થાય છે કે સરકાર આ બાબતે ગંભીરતાથી લઈને બીલ અટકાવે છે. કે કાપકુક કરે છે તે આવનારા સમયમાં ખ્યાલ આવશે.