loader

Breaking News


Home > Gujarat > દલિતો પ્રત્યેનું અન્ય સમાજનું વલણ ફરી થયુ ઉજાગર, વરરાજાને ઘોડી પર બેસતા કરાયું અપમાનનો


Foto

દલિતો પ્રત્યેનું અન્ય સમાજનું વલણ ફરી થયુ ઉજાગર, વરરાજાને ઘોડી પર બેસતા કરાયું અપમાનનો

June 18, 2018, 1:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર, માણસા : ગુજરાતમાં દલિતોને લઇને ઓંછી માનસિકતા ધરાવતો કિસ્સો રવિવારે સામે આવ્યો હતો. માણસાનાં પારસા ગામમાં દલિત યુવકનો વરઘોડો નિકળ્યો હતો, જેનાથી નારાજ થયેલા અન્ય સમાજનાં અસામાજીક તત્વોએ યુવકને ઘોડી પરથી ઉતરવાનું કહી તેનું અપમાન કર્યુ હતુ.



સુત્રોનાં જણાવ્યાં અનુસાર રાજ્યમાં દલિતો પર થતા અત્યાચારનાં બનાવોની ઘટનાઓની શાહી હજુ સુધી સુકાઇ નથી. દલિતો પર અત્યાચારની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રવિવારે પણ તેવો એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યા માણસાનાં પારસા ગામમાં એક દલિત યુવકની જાન વરઘોડા અને બેંન્ડ બાજા સાથે માંડવે જઇ રહી હતી. ત્યારે ઓંછી માનસિકતા ધરાવતા અન્ય સમાજનાં લોકોએ તેમનો રસ્તો રોકી વરરાજાને ઘોડી પરથી નીચે ઉતરાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસને આ અંગે જાણ થતા તે ગામમાં આવી પહોચી હતી અને સમગ્ર મામલાને ઢારે પાડવા દલિત સમાજનાં લોકોને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.