loader

Breaking News


Home > National > સિનેમેટોગ્રાફી ટ્રેનિંગ પ્રદાન કરવા ‘સ્ટ્રીમીંગ ફ્રેમ્સ’ કર્યું રજૂ


Foto

સિનેમેટોગ્રાફી ટ્રેનિંગ પ્રદાન કરવા ‘સ્ટ્રીમીંગ ફ્રેમ્સ’ કર્યું રજૂ

Oct. 5, 2018, 11:19 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ઇમેજિંગ ક્ષેત્રે અગ્રણી કંપનીઓ પૈકીની એક કેનન ઇન્ડિયા દેશમાં ઇમેજિંગ કલ્ચરને મજબૂત કરવાના તેના પ્રયાસોમાં આગળ વધવા માટે હંમેશાથી પ્રતિબદ્ધ રહી છે. ઉભરતાં ફિલ્મ મેકર્સ વચ્ચે સિનેમેટોગ્રાફી અંગે પ્રોત્સાહિત કરવા અને તેમને માર્ગદર્શન આપવાના ઉદ્દેશ્ય સાથે સંસ્થાએ નવી પહેલ સ્ટ્રીમીંગ ફ્રેમ્ન્સની જાહેરાત કરી છે.પ્રોફેશ્નલ ફિલ્મમેકર્સ અને ઇન્ડસ્ટ્રીનાં નિષ્ણાંતો દ્વારા શુટ અંગે તાલીમ આપવાના આ અનોખા કાર્યક્રમ સ્ટ્રીમીંગ ફ્રેમ્સનો ઉદ્દેશ્ય ફિલ્ડ પ્રોજેક્ટ્‌સમાં કાર્યરત ૧૦૦ ઉભરતાં ફિલ્મ મેકર્સની પસંદગી કરીને તેમને તાલીમ આપવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રી નિષ્ણાંતો પાંચ દિવસની વ્યાપક ઓન-શુટ ટ્રેનિંગ, ફિલ્મ મેકિંગ પ્રક્રિયાની પૂર્ણ વિગતો, વેબ માટે કન્ટેન્ટ ડિઝાઇન, સિનેમા કેમેરાથી સ્પેશિયલ મલ્ટી-પર્પઝ કેમેરાની ટેકનોલોજી વિશે જાણકારી, પ્રોડક્શન અને પોસ્ટ-પ્રોડક્શન ઉપર સેશન તથા વર્કશોપ પૂર્ણ કર્યાં બાદ કેનન ઇન્ડિયા તરફથી સર્ટિફિકેશન વગેરેનો સમાવેશ કરવામાં આવશે. આ વર્કશોપની સીરીઝ મુખ્યત્વે ચાર રાજ્યોમાં – મેઘાલય, રાજસ્થાન, ગુજરાત-કર્ણાટક અને આંદામાન-નિકોબારમાં યોજાશે, જ્યાં કેનન વિવિધ સિનેમા ઇઓએસ અને મલ્ટી પર્પઝ કેમેરા અને લેન્સિસ રજૂ કરશે, જેમાં સિનેમા ઇઓએસી-સી૨૦૦, એક્સસી૧૫, સી૩૦૦ માર્ક ૨, એમઇ૨૦એફએસએચ અને કેનન સિને લેન્સિસનો સમાવેશ થાય છે.

આ પ્રોગ્રામ અંગે વાત કરતાં કેનન ઇન્ડિયાનાં પ્રેસિડેન્ટ અને સીઇઓ શ્રી કાઝુતાડા કોબ્યાશીએ જણાવ્યું હતું કે, “સંપૂર્ણ ઇનપુટઆઉટપુટ ઇમેજિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવા સાથે અમે અમારા નવા ઇનોવેશન સાથે ઇમેજિંગ કલ્ચરને પણ પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. અમારું માનવું છે કે આજનાં સમયમાં વીડિયો આર્ટ અને એક્સપ્રેશન માટે મહત્વપૂર્ણ માધ્યમ બન્યું છે. ટેલિવિઝન કમર્શિયલથી લઇને વેબ સીરીઝ અને લાઇવ સોશિયલ મીડિયા સ્ટોરેઝ માટે વીડિયો આપણા જીવનનો અભિન્ન હિસ્સો બન્યો છે.