loader

Breaking News


Home > Sports > IPL 2018 : રાજસ્થાન રોયલ્સની સામે હાર બાદ ધોનીએ બોલરો પર કાઢી ગાંજ


Foto

IPL 2018 : રાજસ્થાન રોયલ્સની સામે હાર બાદ ધોનીએ બોલરો પર કાઢી ગાંજ

May 12, 2018, 1:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જયપુર : શુક્રવારે રમાયેલ ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે આખરી ઓવરમાં વિજય મેળવી લીધો હતો. મેચમાં રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી, તેમણે શરૂઆતમાં જ વિકેટો ખોઇ દીધી હતી, પરંતુ એક તરફથી બટલરે શાનદાર બેટીંગનું પ્રદર્શન કરતા મેચની છેલ્લી ઓવરમાં રોયલ્સને જીતનો સ્વાદ ચખાડી દીધો હતો. જો કે આ હાર મેળવ્યા બાદ ધોનીએ હાર પાછળ બોલરોની ખરાબ લેન્થને ગણાવી હતી.




ટાર્ગેટનો પીછો કરવા ઉતરી રાજસ્થાન રોયલ્સની વિકેટો શરૂઆતમાં જ પડી ગઇ હતી. એક સમયે મેચમાં ચેન્નઇની જીત આસાન બની ગઇ હતી પણ ધોનીનાં કહેવા અનુસાર જે લેન્થમાં બોલીંગ કરવાનું કહેવામાં આવ્યુ હતુ તે મુજબ બોલીંગ ન થતા મેંચમાં અમારી પકડ કમજોર થઇ ગઇ અને આખરે રોયલ્સ જીત મેળવવામાં સફળ રહ્યુ હતુ. ધોનીએ વધુમાં કહ્યુ કે, તમને જે તરફ બોલીંગ કરવાનું કહેવામાં આવ્યુ હોય તે જ એરિયામાં બોલ ફેંકવાનો હોય છે. માત્ર પ્લાન બનાવવો જ નહી પણ તેને અમલમાં મુકવો પણ જરૂરી છે, અમે એક સારો ટાર્ગેટ બોર્ડ ઉપર મુક્યો હતો પણ બોલરોએ અમારો પ્લાન બગાડી દીધો.