loader

Breaking News


Home > Sports > IPL 2018 : બેંગ્લોર-પંજાબ વચ્ચે આજે ક્રિકેટ મેચ, વિરાટ કોહલી પર સૌની નજર


Foto

IPL 2018 : બેંગ્લોર-પંજાબ વચ્ચે આજે ક્રિકેટ મેચ, વિરાટ કોહલી પર સૌની નજર

April 13, 2018, 3:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : બેંગ્લોરમાં આવતીકાલે હાઈપ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગની અતિ મહત્વપૂર્ણ મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં બેંગ્લોરની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટકરાશે. બેંગ્લોર માટે આ મેચ વધારે મહત્વપૂર્ણ છે. કારણ કે, વિરાટ કોહલી, ડિવિલિયર્સ અને અન્ય ઘણા સ્ટાર ખેલાડીઓની ઉપસ્થિતિ હોવા છતાં બેંગ્લોરને કોલકાતા સામે ચાર વિકેટે હાર થઇ હતી જ્યારે પંજાબે પોતાની પ્રથમ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સ ઉપર છ વિકેટે જીત મેળવી હતી.

બેંગ્લોરની ટીમ પોતાના નિરાશાજનક દેખાવને ભુલી જઇને જોરદાર દેખાવ કરવા માટે ઇચ્છુક છે. ટીમના તમામ ખેલાડીઓ મેચને લઇને જોરદાર પ્રેક્ટીસ કરી ચુક્યા છે. આવતીકાલની મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે, ગયા શનિવારના દિવસે ઉદ્‌ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.