loader

Breaking News


Home > Sports > IPL 2018 : રોમાંચથી ભરેલી મેચમાં આખરે દિલ્હી ડેયરડેવિલ્સે મેળવી 4 રને જીત, પ્લેઓફની આશા વધી


Foto

IPL 2018 : રોમાંચથી ભરેલી મેચમાં આખરે દિલ્હી ડેયરડેવિલ્સે મેળવી 4 રને જીત, પ્લેઓફની આશા વધી

May 3, 2018, 9:21 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બુધવારે રમાયેલ દિલ્હી ડેયરડેવિલ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની મેચ રોમાંચથી ભરેલી હતી. પહેલા બેટીંગ કરવા ઉતરી દિલ્હી ડેયરડેવિલ્સની ટીમનાં બેટ્સમેનોએ ફિરોજશાહ કોટલા મેદાનમાં રનોનો વરસાદ કર્યો હતો. જો કે રનોનાં વરસાદ સાથે મેઘરાજાએ પણ મેદાનમાં પધરામણા કર્યા હતા. મેચમાં દિલ્હીની ટીમે રાજસ્થાન ટીમ સામે 4 રને વિજય મેળવી પ્લેઓફની આશામાં વધારો કર્યો હતો.




રાજસ્થાનનાં કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને દિલ્હીની ટીમને બેટીંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. જો કે વરસાદ પડતા મેચ મોડી શરૂ થઇ હતી, કારણે મેચ 18-18 ઓવરની કરી દેવામાં આવી હતી. વરસાદ બંધ થતા દિલ્હીની ટીમનાં બેટ્સમેનોએ રનોનો વરસાદ શરૂ કરી દીધો હતો. દિલ્હીની ટીમનાં ત્રણ યુવા બેટ્સમેનો શ્રેયસ ઐયર, ઋષભ પંત, પૃથ્વી શોએ મેદાનની ચારે તરફ તોફાની બેટીંગ કરી દિલ્હીની ટીમને એક મજબુત શરૂઆત આપી હતી. જેમાં પૃથ્વી શોએ માત્ર 25 બોલમાં ચાર ચોક્કા અને ચાર છક્કાની મદદથી 47 રન અને શ્રેયસ ઐયરે 35 બોલમાં ત્રણ ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી 50 રન બનાવ્યા હતા, વળી ઋષભ પંતે 29 બોલમાં સાત ચોક્કા અને પાંચ છક્કાની મદદથી 69 રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમે 17.1 ઓવરમાં 6 વિકેટનાં નુકસાન પર 196 રન બનાવી દીધા હતા, જો કે ત્યારબાદ વરસાદ શરૂ થઇ ગયો હતો. કારણથી રાજસ્થાનની ટીમને 12 ઓવરમાં 151 રન બનાવવાનો ટાર્ગેટ મળ્યો હતો.

ટાર્ગેટનો પીછો કરતી રાજસ્થાનની ટીમની શરૂઆત પણ ઘણી સારી રહી હતી. ઓપનીંગમાં આવેલ જૉસ બટલર અને ડાર્સી શોર્ટે શરૂઆતમાં જ ચોક્કા અને છક્કા મારી મેચને રોમાંચથી ભરી દીધી હતી. તે છતા પણ રાજસ્થાનની ટીમ મેચમાં પોતાની હારને ટાળી ન શકી અને માત્ર 4 રને દિલ્હીની ટીમ વિજય બની હતી. આ જીત સાથે દિલ્હીની ટીમ પોંઇન્સ ટેબલમાં 6 સ્થાન પર આવી ગઇ હતી. આ સાથે દિલ્હીની ટીમની પ્લેઓફમાં જવાની આશા જીવંત રહી છે.