loader

Breaking News


Home > Sports > IPL 2018 : ચેન્નઇ સુપર કિંગ્સ હૈદરાબાદને હરાવી ફાઇનલમાં, ધોનીએ જણાવ્યો જીતનો મંત્ર


Foto

IPL 2018 : ચેન્નઇ સુપર કિંગ્સ હૈદરાબાદને હરાવી ફાઇનલમાં, ધોનીએ જણાવ્યો જીતનો મંત્ર

May 23, 2018, 1:14 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : મંગળવારે રમાયેલી પ્રથમ પ્લેઓફ મેચમાં ચેન્નઇએ હૈદરાબાદને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી દીધી છે. ચેન્નઇ સુપર કિંગ્સે હૈદરાબાદને 2 વિકોટે હરાવી ફઇનલની ટિકીટ મેળવી હતી. આ જીત સાથે ધોનીની ટીમ એક સકારાત્મક વિચાર સાથે ફાઇનલ રમવા તૈયાર થઇ ગઇ છે.




ચેન્નઇ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જણાવ્યું કે, અમે ત્રણ થી ચાર વિકેટો જલ્દી ખોઇ બેઠા હતા જેનું કારણ હૈદરાબાદનાં મિસ્ટ્રી બોલરો છે. આ પ્રકારની મેચ જીતવી હંમેશા ખુશી આપે છે. તેણે કહ્યુ કે, જ્યારે તમે ટોપ 2 ટીમ બનો છો તે તમારા માટે ફાયદાકારક રહે છે, જો અમે આ મેચ હારી પણ ગયા હોત તો અમને એક તક વધુ મળતી જે ફાઇનલ પહોચવા માટે ખુબ ફાયદાકારક બની રહેતી. ધોનીએ આ સાથે ટીમના ખેલડીઓનાં વખાણ કર્યા અને ખાશ ફેફ ડૂપ્લસીની બેટીંગનાં તેણે ખુબ વખાણ કર્યા હતા.