loader

Breaking News


Home > Sports > IPL 2018 : ધોનીએ દિલ્હી ડેયર ડેવિલ્સ વિરુદ્ધ તોફાની બેટીંગ કરી જીતનો પાયો મુક્યો


Foto

IPL 2018 : ધોનીએ દિલ્હી ડેયર ડેવિલ્સ વિરુદ્ધ તોફાની બેટીંગ કરી જીતનો પાયો મુક્યો

May 1, 2018, 10:27 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સોમવારે રમાયેલ ચેન્નઇ સુપર કિંગ્સ અને દિલ્હી ડેયર ડેવિલ્સ વચ્ચેની મેચમાં ધોનીની ટીમે 13 રને વિજય મેળવી પોઇન્ટ્સ ટેબલનાં ટોપ પર પહોચી ગઇ છે. દિલ્હીનાં કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતી ચેન્નઇને પહેલા બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતુ. પહેલા બેટીંગ કરતા ચેન્નઇ સુપર કિંગ્સની શરૂઆત ધમાકેદાર રહી હતી. ઓપનીંગમાં આવેલ શેન વૉટસને માત્ર 40 બોલમાં 78 રનની તોફાની બેટીંગ કરી હતી. જો કે ચેન્નઇ તરફથી તોફાની બેટીંગ કરતા એમ.એસ.ધોનીએ આખરની ઓવરમાં આવી 5 છક્કા અને 2 ચોગ્ગાની મદદથી 22 બોલમાં 51 રન બનાવી ટીમને મજબૂત સ્થિતીમાં પહોચાડી હતી.



મહેંન્દ્ર સિંહ ધોનીએ એકવાર ફરી IPLનાં 11માં સીઝનમાં સાબિત કરી બતાવ્યુ છે કે તે હજુ પણ મેદાનમાં પોતાની બેટીંગથી ટીમને જરૂરીયાત હોય તેમ રમી શકે છે અને ટીમને જીત સુધી પહોચાડી પણ શકે છે. સોમવારે પુણેમાં રમાયેલ મેચ દરમિયાન ધોનીએ દિલ્હીનાં બોલરોની ધોલાઇ કરતા માત્ર 22 બોલમાં 51 રન બનાવી દીધા હતા. સોમવારે પુણેનાં મેદાનમાં ધોનીએ છક્કાનો વરસાદ કરી ફેન્સને મનોરંજન પુરુ પાડ્યુ હતુ. ધોનીએ દિલ્હીનાં લગભગ કોઇ બોલરને છોડ્યો નહતો. પરંતુ તેની લપાટમાં દિલ્હીનો પ્રમુખ બોલર ટ્રેંટ બોલ્ટ આવી ગયો હતો, જેની માત્ર એક ઓવર(17મી ઓવર)માં 21 રન બન્યા હતા જેમા 2 ગગન ચુમ્બી છક્કાનો પણ સમાવેશ છે. ધોનીએ તોફાની બેટીંગનાં કારણે ચેન્નઇ સુપર કિંગ્સ 211નો ટાર્ગેટ બોર્ડ પર લગાવવામાં સફળ રહી હતી.