loader

Breaking News


Home > Sports > IPL 2018 : ધોનીની ટી-શર્ટ પહેરેલ ફેને લીધા માહીનાં આશીર્વાદ, વિદેશી ખેલાડીઓ દેખતા રહી ગયા


Foto

IPL 2018 : ધોનીની ટી-શર્ટ પહેરેલ ફેને લીધા માહીનાં આશીર્વાદ, વિદેશી ખેલાડીઓ દેખતા રહી ગયા

May 4, 2018, 10:02 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આઇપીએલ સીઝન 11માં ગુરુવારે રમાયેલ સીએસકે અને કેકેઆરની મેચમાં કેકઆરે ચેન્નઇને હરાવ્યુ હતુ. કોલકતાનાં હોમ ગ્રાઉંન્ડ ઇડન ગાર્ડન્સમાં કેપ્ટન કૂલનો એક ફેન ધોનીની ટી-શર્ટ પહેરીને તેના આશીર્વાદ લેવા આવી ગયો હતો. આ પળને વિદેશી ખેલાડીઓ દેખતા જ રહી ગયા હતા.



સીએસકે અને કેકેઆરની મેચમાં કઇક એવુ જોવા મળ્યુ કે જેને જોઇ સૌ કોઇ ચોંકી ગયા હતા. ધોની પોતાની બેટીંગની રાહ જોઇ રહ્યો હતો કે ત્યારે જ તેનો એક ફેન તેની તરફ દૌડી આવ્યો અને તેના આશીર્વાદ લેતા તેના પગે પડી ગયો. ઉદારતા બતાવતા આશીર્વાદ લેવા આવેલા ફેનની પીઠ પર ધોનીએ હાથ મુક્યો હતો. આ જોઇ સિક્યોરીટી સ્ટાફ દૌડી આવ્યા અને ધોનીનાં આ ફેનને પકડી પાડ્યો હતો. જો કે સમગ્ર ઘટનામાં સીએસકેનાં વિદેશી ખેલાડીઓનાં મોંઢા જોવા લાયક થયા હતા.