loader

Breaking News


Home > Sports > IPL 2018 : પંજાબની જીત બાદ પણ મેચનો હિરો બન્યો ધોની, ફેન્સ બોલ્યા “માહી માર રહા હૈ”


Foto

IPL 2018 : પંજાબની જીત બાદ પણ મેચનો હિરો બન્યો ધોની, ફેન્સ બોલ્યા “માહી માર રહા હૈ”

April 16, 2018, 5:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આઇપીએલમાં રમાયેલા ચૈન્નઇ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેનાં મેચમાં પંજાબે 4 રને જીત મેળવી હતી. કિંગ્સ ઇલેવન પંજાબ ભલે મેચ જીતી ગયુ પણ દર્શકોનું દિલ જીતવામાં મહેન્દ્ર સિંહ ધોની સફળ રહ્યો હતો. રોમાંચથી ભરાયેલી આ મેચમાં ધોનીએ ટાર્ગેટનો પીછો કરતા 44 બોલમાં 79 રનની ધુવાધાર બેટીંગ કરી પોતાના આલોચકોને મોઢા બંધ કરી દીધા હતા. તેના બેટીંગને જોઇ દર્શકોએ કહ્યુ, ‘માહી માર રહા હૈ’.




આઇપીએલ સીઝન 11ની ધમાકેદાર શરૂઆત થઇ છે. આ સીઝનની દરેક મેચમાં છેલ્લી ઓવર સુધી રોમાંચ બની રહ્યો છે. તેવી જ એક મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને ચૈન્નઇ સુપર કિંગ્સ વચ્ચે થઇ હતી, જેમાં કિંગ્સ ઇલેવન પંજાબે પોતાના હોમ ગ્રાઉંડ પર ચૈન્નઇ સુપર કિંગ્સને 4 રનોથી હરાવ્યું હતુ. આ મેચમાં પણ બાકી મેચોની જેમ છેલ્લા ઓવર સુધી રોમાંચ બની રહ્યો હતો. છેલ્લી ઓવરમાં ચૈન્નઇ સુપર કિંગ્સને જીતવા માટે 17 રનની જરૂર હતી ત્યારે બેટીંગ કરી રહેલા ધોનીએ મેચમાં ચોગ્ગા અને છક્કા લગાવ્યા હતા, જો કે ધોનીનાં બેટીંગ કરતા હોવા છતા પણ તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો તે પાછળનું કારણ ધોનીનાં કમરમાં થતો દુખાવો છે. ધોનીની ટીમ ભલે હારી ગઇ પણ તોફાની બેટીંગથી તેણે પોતાના દરેક આલોચકોનાં મોઢા બંધ કરી દીધા છે. આ મેચમાં ધોનીની બેટીંગથી ખુશ થયેલા દર્શકો બોલી ઉઠ્યા હતા “માહી માર રહા હૈ”.