loader

Breaking News


Home > Sports > IPL 2018 : મનોજ અને મયંકે મળીને આઇપીએલ ઇતિહાસનો બેસ્ટ કેચ કર્યો


Foto

IPL 2018 : મનોજ અને મયંકે મળીને આઇપીએલ ઇતિહાસનો બેસ્ટ કેચ કર્યો

May 7, 2018, 12:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આઇપીએલ 2018માં દરેક મેચમાં રોમાંચ બની રહ્યો છે. તે સિવાય ઘણા એવા ખેલાડીઓની પ્રતિભા સામે આવી કે જે આજદિન સુધી ન દેખાઇ હતી. મેચ દરમિયાન ઘણા અવિશ્વસનીય કેચ પણ જોવા મળી રહ્યા છે. રવિવારે રમાયેલ પંજાબ અને રાજસ્થાન વચ્ચેની મેચમાં પણ આ પ્રકારનો એક કેચ જોવા મળ્યો જેને આઇપીએલ ઇતિહાસનો બેસ્ટ કેચ લોકો કહી રહ્યા છે.




આ કેચ એક ખેલાડી દ્વારા નહી પણ બે ખેલાડીઓએ મળીને કર્યો હતો. આ મેચમાં રાજસ્થાનની ટીમે પ્રથમ બેટીંગ કરી હતી. જ્યારે મેચની 13મી ઓવરમાં મુજિબ ઉર રહમાન બોલીંગ કરવા આવ્યો ત્યારે તેની ઓવરની પાંચમી બોલમાં બેન સ્ટોક્સે બોલને બાંઉડ્રી લગાવવા જોરથી શોર્ટ માર્યો ત્યારે ફિલ્ડીંગમાં હાજર ખેલાડી મયંકે આ કેચને લપક્યો પણ તેનુ સંતુલન ન જળવાતા તેણે બોલને દૌડીને આવેલા મનોજ તરફ ફેંકી દીધો હતો અને એક અવિશ્વસનીય કેચ સ્ટેડિયમમાં બેઠા દર્શકોને જોવા મળ્યો હતો. આ કેચમાં મયંકની ફૂર્તી અને સમયસૂચકતાથી દર્શકો પણ દંગ રહી ગયા હતા.