loader

Breaking News


Home > Sports > IPL 2018 : મેદાન વચ્ચે MS DHONIનો ફેન તેના પગે પડ્યો – Video જુઓ


Foto

IPL 2018 : મેદાન વચ્ચે MS DHONIનો ફેન તેના પગે પડ્યો – Video જુઓ

April 21, 2018, 5:21 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આઇપીએલમાં CSK vs RRની મેચ દરમિયાન એક અજીબ નજારો જોવા મળ્યો હતો. તમે જોયુ હશે કે સચિન તેંડુલકરનાં ફેન તેને એક સન્માનની નજરે જોતા હતા. માત્ર તેના ફેન જ નહી પણ વિદેશી ક્રિકેટરો પણ તેને એક સન્માનની નજરે જોતા હતા. એક તે સમય હતો કે સચિનને લઇને લોકોની દિવાનગી ચરમ પર પહોચી ગઇ હતી, તેવી દિવાનગી ગઇ કાલે રમાયેલી CSK vs RRની મેચ દરમિયાન કેપ્ટન કૂલ કહેવાતા એમ એસ ધોની માટે જોવા મળી હતી. જ્યારે સુરેશ રૈના આઉટ થયો હતો અને મેદાનમાં ધોની આવી રહ્યો હતો ત્યારે તેનો એક ફેન તેના પગે પડી ગયો હતો. ધોની તેને જોઇ થોડો સમય ઉભો રહ્યો અને તેના ફેનની સાથે કોઇ વાત કરી ક્રીઝ તરફ રવાના થઇ ગયો હતો. આ નજારા સાથે દર્શકોએ સ્ટેડિયમમાં ધોની ધોનીની ગૂંજ મચાવી દીધી હતી.